શું આરોપીને આ પ્રમાણે સજા આપવાનો ઈન્કાર સૌથી સારો છે ?

સુપ્રીમકોર્ટનો સરકારને પ્રશ્ન
(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો છે કે, શું ગુનેગારને મૃત્યુદંડની સજા ફકત ફાંસીએ લટકાવીને જ આપી શકાય. એ પ્રકારમાં ફેરફાર કેમ નહીં કરી શકાય. આ મુદ્દે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા જણાવ્યું છે. દાયકાઓ પહેલાં થયેલ ચર્ચાઓને ફરીથી ધ્યાનમાં લેવાઈ છે કે મનુષ્યના જીવનનો અંત લાવવા માટે પણ સન્માનીય પ્રકારનો હોવો જોઈએ. સુપ્રીમકોર્ટની મુખ્ય ન્યાયાધીશની બેંચ સમક્ષ અરજી આવી હતી જેમાં ૩૪ વર્ષ જૂના નિર્ણયને ફેરવિચારણા માટે રજૂ કરાયો હતો. વિજ્ઞાનની પ્રગતિ સાથે સજાના પ્રકારમાં પણ ફેરફાર થવો જોઈએ. અરજીની સુનાવણી દરમિયાન બેંચે કહ્યું કે, પ્રથમ દર્શનીય રીતે અમે વિચારીએ છીએ કે મૃત્યુદંડ માટે અન્ય વિકલ્પ પણ હોવો જોઈએ જેથી ગુનેગાર શાંતિથી મૃત્યુ પામી શકે નહીં કે દુખાવાથી. દુનિયાના ૬૦ દેશોમાં મૃત્યુદંડની સજા આ પ્રમાણે જ આપવામાં આવે છે. ઝેરી ઈન્જેકશનો, ગોળી મારવી અને અન્ય વીજ સાધનો દ્વારા કરંટ આપવાની પ્રદ્ધતિઓ પણ અમુક દેશોએ અપનાવી જોઈ છે. અમુક દેશોમાં ખૂબ જ અજુગતા પ્રકારો છે જેમ કે ઈરાનમાં અજાણ્યા વિસ્તારમાંથી ઉંચાઈ ઉપરથી ફેંકી દેવામાં આવે છે જ્યારે સુદાનમાં મૃત્યુદંડની સજામાં બદલાની ભાવનાને મહત્ત્વ આપી જે રીતે પીડિતની હત્યા થઈ હોય એ જ રીતે ગુનેગારને મારી નાંખવામાં આવે છે. ભારતમાં મિલિટરી કોર્ટ માર્શલ દ્વારા મૃત્યુદંડની સજા ગોળી મારી આપવામાં આવે છે. સુપ્રીમકોર્ટમાં વકીલ રિશી મલ્હોત્રાએ આ બાબતે અરજી કરી છે. એમણે અરજીમાં જણાવ્યું છે કે, સન્માનિત જીવન જીવવાના અધિકારમાં સન્માનિત રીતે જીવનનો અંત લાવવાનો અધિકાર પણ સમાવિષ્ઠ છે જેથી ફાંસીએ લટકાવવું એ જંગાલિયતભર્યું છે. જેથી એમાં સમય મુજબ ફેરફાર કરવાની જરૂર છે. ગોળી મારી અથવા ઝેરી ઈન્જેકશન આપીને પણ મૃત્યુદંડની સજા આપી શકાય છે. પણ કોર્ટ મલ્હોત્રા સાથે સંમત થઈ ન હતી. જજે કહ્યું કે ગોળી મારવી એ રાજાશાહી સમયનું ચલણ છે અને ઝેરી ઈન્જેકશન આપવાથી પીડિતને ૪પ મિનિટ સુધી પીડા સહેવી પડે છે. કોર્ટે કહ્યું કે, અમે ૧૯૮૪ના નિર્ણયથી ફેરવિચારણા કરીશું જેમાં સુપ્રીમકોર્ટે મૃત્યુદંડ માટે ફાંસી જ યોગ્ય ઠેરવી હતી જે વાત પહેલાં યોગ્ય હતી તે આજના સમયમાં યોગ્ય નહીં પણ હોઈ શકે છે જેથી સમયાનુસાર પરિવર્તન આવશ્યક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks