National

સુપ્રીમકોર્ટે ૫ેટ્રોલિયમ મંત્રાલયનો ઉધડો લીધો, પૂછ્યું : શું તે ભગવાન છે ?

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સુપ્રીમકોર્ટે ઔદ્યોગિક એકમોમાં પેટ કોકના ઉપયોગ સાથે સંબંધિત મામલામાં નારાજગીની સાથે ફટકાર લગાવી કે, શું પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય પોતાને ભગવાન કે સુપર સરકાર માને છે અને વિચારે છે કે, બેરોજગાર ન્યાયાધીશ તેની દયા પર છે. ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેંચે એવું પૂછ્યું કે, શું પેટ્રોલિયમ મંત્રાલય ભગવાન છે ? શું તેઓ ભગવાન છે ? તેઓ ઇચ્છશે ત્યારે જવાબ આપશે ? તેમને કહો કે તેમનું નામ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયથી બદલીને ભગવાન રાખી લે. બેંચે એવું પણ પૂછ્યું કે, શું પેટ્રોલિયમ મંત્રાલય સુપર સરકાર છે ? શું મંત્રાલય ભારત સરકારથી ઉપર છે ? અમને બતાવો કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનો દરજ્જો શું છે ? શા માટે તેઓ કોઇ પણ આદેશનું પાલન કરી રહ્યા નથી ? બેંચે એવું પણ કહ્યું કે, જો પેટ્રોલિયમ મંત્રાલય આદેશોનું પાલન કરવા માગતું નથી તો ન કરે. શું તેઓ એવું વિચારે છે કે, સુપ્રીમકોર્ટના બેરોજગાર ન્યાયાધીશ તેમને સમય આપશે, શું અમારે તેમની દયા પર રહેવું પડશે ? બેંચને પેટ્રોલિયમ મંત્રાલયે રવિવારે જ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને પેટ કોકના આયાત પર પ્રતિબંધ લાદવાના મુદ્દાથી વાકેફ કરાવ્યા હોવાની માહિતી આપવામાં આવી ત્યારે બેંચે આ આકરી ટિપ્પણીઓ કરી હતી. પેટ કોક ઔદ્યોગિક ઇંધણ તરીકે વપરાય છે. સુપ્રીમકોર્ટે પેટ્રોલિયમ મંત્રાલયના આ વલણ પર કડક વલણ અપનાવીને બેદરકારી બદલ મંત્રાલયે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે અને આ દંડની રકમ ૧૩મી જુલાઇ પહેલાં સુપ્રીમકોર્ટની લીગલ સર્વિસિસ ઓથોરિટી પાસે જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. બેંચે એવું પણ જણાવ્યું છે કે, જો દંડની રકમ જમા કરાવવામાં નહીં આવે તો કોર્ટ દંડની રકમ પણ વધારી દેશે. બેંચે આ કેસની વધુ સુનાવણી ૧૬મી જુલાઇએ હાથ ધરવાનું નક્કી કર્યું છે. સુપ્રીમકોર્ટે દિલ્હી સરકારને પણ એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. કારણ કે દિલ્હી સરકારે રાજધાનીમાં ગણા રસ્તાઓ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા દૂર કરવા માટે કોઇ સમયબદ્ધ સ્થિતિ રિપોર્ટ રજૂ કર્યો નથી. સુપ્રીમકોર્ટ દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણની સમસ્યા અંગે પર્યાવરણવિદ્‌ મહેશ ચંદ્ર મહેતા દ્વારા ૧૯૮૫માં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. બેંચે જણાવ્યું કે, ૧૦મી મેના કોર્ટના આદેશ મુજબ દિલ્હી સરકારે છ સપ્તાહમાં આ બાબતે સોગંદનામું રજૂ કરવાનું હતું પરંતુ તેણે એવું ન કર્યું અને ન તો તેની તરફથી કોઇ વકીલ ઉપસ્થિત થયો. બેંચે એવું પણ કહ્યું કે, દિલ્હી સરકાર આ આદેશો પ્રત્યે ગંભીર નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.