International

ટ્રમ્પની “શૂન્ય અસહિષ્ણુતા” નીતિ હેઠળ, અમેરિકામાં આશ્રય માંગનારા બાવન ભારતીયોની ધરપકડ કરાઈ

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૧
એશિયા – પેસિફીક એક્ટિવીસ્ટ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ટ્રમ્પ સરકારની ગેરકાયદેસર વસાહતીઓ સામે કઠોર “શૂન્ય અસષ્ણિુતા”નીતિ હેઠળ ઓરેગોનની ફેડરલ જેલમાં ભારતના પ૦ નાગરિકોને કેદ કરાયા છે. જેમાંથી કેટલાક લોકો પોતાના બાળકોથી વિખૂટા પડી ગયા છે. ગત મહિને આશ્રય માંગનારા ૧ર૩ વસાહતીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમને યમહિલ કાઉન્ટીમાં ઓરેગોનની ફેડરલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. એમ ઓરેગોનના એશિયા-પેસિફિક અમેરિકન નેટવર્કે જણાવ્યું હતું કેેદ કરાયેલ વસાહતીઓ હિન્દી અને પંજાબી ભાષા બોલે છે જ્યારે કેટલાક ચીનના નાગરિકો છે ધરપકડ કરાયેલા આ લોકોને ખૂબ પરેશાન કરવામાં આવી રહ્યા છે, કેદમાં તેમના શોષણનું પૂરેપૂરું જોખમ રહેલું છે એમ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું. ધરપકડ કરાયેલ લોકોમાં કેટલાક એવા લોકો છે જેઓ પોતાના બાળકોથી વિખૂટા પડી ગયા છે પણ આ લોકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.
મલ્ટનોમક કાઉન્ટીના કમિશ્નર સુશીલા જયપાલે જણાવ્યું હતું કે, છેલ્લા બે માસમાં બે હજાર જેટલા બાળકો પોતાના માતા-પિતાથી વિખૂટા પડી ગયા છે આ ખૂબ જ ક્રૂર અને ચિંતાજનક બાબત છે કુટુંબને અલગ પાડતી આ નીતિનો તાત્કાલિક અંત આવવો જોઈએ. તેમજ ધરપકડ કરાયેલા તમામ લોકોને કાનૂની સહાય મળવી જોઈએ. તેમજ તેમને પ્રમાણિક ટ્રાયલ મળવી જોઈએ. તેમજ જ તેમના બાળકોને શોધવાના કામમાં પણ પારદર્શકતા લાવવી જોઈએ. સંગઠનના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આ લોકોને જેલમાં રરથી ર૩ કલાક કોટડીમાં કેદ રાખવામાં આવે છે તેમના માટે વકીલ સાથે વાત કરવાનું કામ પણ ખૂબ અઘરું છે. અમેરિકાના રિપબ્લિક નેતા ઈર્લ બલ્યુમેનોયરે જણાવ્યું હતું કે, અમેરિકાના ઈતિહાસ માટે આ ઘટના ખૂબજ શરમજનક છે વસાહતીઓ સામે તમારું વલણ કેવું છે તે વાતની કોઈ ચિંતા નથી પણ બાળકોને પોતાના માતા-પિતાથી અલગ કરવા ખૂબ જ ક્રૂરતા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.