Gujarat

ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે તેમાં ફરી જૂની કેસેટ વગાડવામાં આવી છે : સિદ્ધાર્થ પટેલ

વડોદરા,તા.૯
કોંગ્રેસ જાહેર કરેલા મેનિફેસ્ટોની માહિતી આપવા માટે કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે વડોદરા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ફરી વખત જુની કેસેટ વગાડવામાં આવી છે. દેશમાં બેકાબૂ બનેલી બેરોજગારી અંગેની કોઈ વાત કરવામાં આવી નથી. ભાજપનો મેનિફેસ્ટો સુકી રોટલી ખાજો, ન મળે તો ના ખાતા, પરંતુ રાષ્ટ્રવાદને મત આપો, તેવો છે. જે સ્પષ્ટ બતાવે છે કે, ભાજપ નાસીપાસ થઈ ગયું છે અને હવે તેઓ દેશવાસીઓને ર૦૪૭નું સ્વપ્ન બતાવી રહ્યા છે.
કોંગ્રેસ આર્ટિકલ ૩૭૦ અને ૩પ(A) દૂર કરવાની તરફેણમાં નથી
સિદ્ધાર્થ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩પ(A) દૂર કરવાની તરફેણમાં નથી કારણ કે, આ કલમ દૂર કરવાથી દેશમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થશે. ભાજપ ૩૭૦ અને ૩પ(A) આર્ટિકલ દૂર કરવાના નામે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઘોષણાપત્ર અંગે તેમણે જણાવ્યું કે, વર્ષ ર૦૧૯માં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ મેનિફેસ્ટોમાં આપવામાં આવેલ વચનો પૂરા કરવા અમલીકરણ શરૂ કરી દેશે. પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં વચનો આપ્યા હતા. તેનો અમલીકરણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ જી.એસ.ટી.માં પણ સુધારો કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ખેડૂતોના હિતમાં કામ કરશે.
કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા
મેનિફેસ્ટો અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ, વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભીખાભાઈ રબારી, કોંગ્રેસ અગ્રણીઓ નરેન્દ્ર રાવત, સત્યજીતસિંહ ગાયકવાડ, ઋત્વિજ જોષી અને શ્વેતા મહેતા હાજર રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.