(સંવાદદાતા દ્વારા) વેરાવળ,તા.પ
સીડોકર ગામના બે યુવા નેતામાં તાલુકા ગ્રામ્ય મુસ્લિમ સમાજના નવનિયુક્ત પ્રમુખ મહમ્મદભાઈ તવાણી અને સતત વિકાસના કામોમાં વ્યસ્ત રહેતા યુવા સરપંચ સત્તારભાઈ તવાણી દ્વારા આવનારા દિવસોમાં ગામનો વિકાસ થાય અને સીડોકર ગામ આદર્શ ગામ બને એવા વિચારોથી સતત કાર્યશીલ રહેતા આ બંને નેતાઓ દ્વારા જૂનાગઢ જિલ્લાના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રાજેશભાઈ ચુડાસમાને રૂબરૂ મળી અને ગામના વિકાસના કામો અંગે રજૂઆત કરેલ હતી.
આ ઉપરાંત વેરાવળ તાલુકામાં આવતા મુસ્લિમ સમાજના ગામો અને જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી હોય તે વિસ્તારોમાં રહેતા લોકો માટે પાણી, લાઈટ, રસ્તાઓ, શિક્ષણ અને અન્ય વિકાસના કામોની રજૂઆત કરતા વેરાવળ તાલુકા ગ્રામ્ય મુસ્લિમ સમાજના પ્રમુખ મહમ્મદભાઈ તવાણી એ કરેલ હતી. આ તકે તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના નવનિયુક્ત બનેલા પ્રમુખ મહમ્મદભાઈનું જૂનાગઢ-ગીર-સોમનાથ જિલ્લાના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ રજૂઆત સમયે ગામના સરપંચ સત્તારભાઈ તવાણી, સભ્ય બાલુભાઈ મકવાણા, વેરાવળ તાલુકા ભાજપ લઘુમતી મોરચોના ઉપપ્રમુખ અમીનભાઈ ઈશાકાણી સહિતના સાથે રહેલ હતા.