સિક્કીમ આઝાદીની લડાઈ લડે, મદદ અમે કરીશું : ચીની અખબાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ભારત-ચીન સરહદના વિવાદની વચ્ચે ચીનના સત્તાવાર મીડિયાએ સિક્કીમને ભારતથી અલગ થવા અને આઝાદ થવાની સલાહ આપી છે. આ સાથે જ ચીની મીડિયાએ ભૂતાનને પણ ભારતીય દબાણથી બહાર નીકળવા માટે ભડકાવ્યું છે. ચીની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યંુ છે કે જો સિક્કીમ અને ભૂતાન ભારતની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો ચીન તેમની મદદ કરશે અને સમગ્ર દુનિયામાં અયોગ્ય સરહદી કરારના ખાત્મા માટે ચીન તેમને લોબિંગ કરશે. ચીનનો આરોપ છે કે નવી દિલ્હીએ ભૂતાન પર દબાણ કરીને અયોગ્ય સરહદી કરાર કર્યો છે. સિક્કીમમાં હિંસાને ભડકાવવાના હેતુથી લખવામાં આવેલા લેખમાં પોતાના નાગરિકોને કહ્યું કે તે સિક્કીમના લોકોમાં આઝાદીનું આંદોલન અને વાતાવરણને પેદા કરે. આ સાથે જ તેમને ભારતની વિરુદ્ધનું વાતાવરણ બનાવવાનું પણ કહેવામાં આવ્યંુ. ગ્લોબલ ટાઈમ્સ અખબારે પોતાના સંપાદકીયમાં લખ્યું કે, “બેઈજિંગે સિક્કીમના વલણ પર પુનઃ વિચાર કરવો જોઈએ. જો કે, ચીને ૨૦૦૩માં સિક્કીમને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી હતી, પરંતુ હવે તે આ મામલે પોતાનું વલણ બદલી શકે છે.” સિક્કીમમાં એવા લોકો છે જે પોતાના ઈતિહાસને એક અલગ રાજ્યના રૂપમાં પસંદ કરે છે અને તેઓ એ વાત પ્રત્યે સંવેદનશીલ છે કે બાહ્ય દુનિયા સિક્કીમના મુદ્દાઓને કેવી રીતે જોવે. ચીનમાં પણ સિક્કીમના લોકોના અવાજને મજબૂતી આપવા માટે જનસમર્થન છે. આ જનસમર્થન સિક્કીમમાં આઝાદી પહેલાની ભૂમિકા અને જનાંદોલન ઊભું કરી શકે છે. ગત વર્ષોમાં ચીન ભારતના દલાઈ લામા કાર્ડને લઈને પરેશાન રહ્યું.
જો કે, ભારતે દલાઈ લામા કાર્ડનો ઘણો ઉપયોગ કર્યો છે અને તિબેટના પ્રશ્ન પર હવે તેની કોઈ ખાસ અસર પડવાની નથી. અખબારે કહ્યું છે કે જો બેઈજિંગ ભારતની વિરુદ્ધ સિક્કીમ કાર્ડનો ઉપયોગ કરે છે તો નવી દિલ્હી માટે આનો ઉકેલ શોધવો મુશ્કેલ હશે. ભૂતાન અને સિક્કીમમાં પણ ભારત વિરોધી આંદોલનનું વાતાવરણ રહ્યું છે અને આનાથી ભારતના ઉથલ-પાથલથી ભરેલા ઉત્તર-પૂર્વ ક્ષેત્ર પર નકારાત્મક અસર પડશે. આનો અંજામ એ આવશે કે દક્ષિણી હિમાલયની ભૂ-રાજકીય સ્થિતિને પુનઃ નક્કી કરી શકાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts