સિક્કિમમાં બે કિ.મી. સુધી ચીની સૈનિકોની ઘૂસણખોરી : સેનાએ માનવ સાંકળ રચી અટકાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ડોકલામ વિવાદના લગભગ એક વર્ષ બાદ ચીની સૈનિક ભારતીય સરહદીય ક્ષેત્ર, સિક્કિમમાં લગભગ બે કિ.મી. અંદર સુધી ઘૂસણખોરી કરી હતી. ભારતીય સેનાએ માનવસાંકળ બનાવીને તેમને અટકાવ્યા છે. સુરક્ષા સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી બાદ તમામ ચીની સૈનિકોને તેમના કેન્દ્ર પર મોકલી દેવામાં આવ્યા છે. આરોપ છે કે, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકોએ સિક્કિમના પશ્ચિમી જિલ્લા નાકૂમાં કથિતરૂપે ચઢાઈ કરવાનો પ્રયત્ન કર્યો. ઈન્ટેલિજન્સ બ્યૂરોના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ પ૦ જેટલા ચીની સૈનિક, ભારતીય સરહદ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને નાકૂમાં ઘૂસણખોરી કરી હતી. તેઓ ચાર કલાક સુધી ત્યાં જ ઊભા રહ્યા અને તેઓએ પોતાના ક્ષેત્રમાં પાછા જવાનો ઈન્કાર કરી દીધો. ત્યારબાદ ભારતીય સૈનિકોએ એક બેનર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો કે જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં પાછા ચાલ્યા જાય. બંને તરફથી કોઈ પણ પ્રકારનો ગોળીબાર કરવામાં આવ્યો નથી. અધિકારીના જણાવ્યા મુજબ, ચાઈનીઝ અને ભારતીય સૈનિકોનો આમનો-સામનો બંને પક્ષોને ભડકાવવાનું કામ કરી શકતું હતું, પરંતુ ભારતે પોતાના વિરોધીઓને પાછા ફરવા માટે મજબૂર કરી દીધા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks