સિનાઈ હુમલામાં ૨૬ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા : ઈજિપ્ત લશ્કર

(એજન્સી) કૈરો, તા. ૮
દાઈશ આતંકીઓના સમૂહ દ્વારા જે સિનાઈ પેનિન્સુલાના ચેક પોઈન્ટ પર બળવો કરવામાં આવ્યો હતો, તે જગ્યા પર શુક્રવારે ૨૬ ઈજિપ્તિયન સૈનિકો માર્યા ગયા અથવા તો ઘાયલ થયા હતા, તેમ ઈજિપ્તના લશ્કરે જણાવ્યંુ હતંુ.
એક સુરક્ષા અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, ઓછામાં ઓછા ૭ સૈનિકો આ હુમલામાં મોતને ભેટ્યા છે. પરંતુ સત્તાવાર મૃત્યુઆંકમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈજિપ્તિયન લશ્કરનું પોતાનું મુખ્ય લક્ષ્ય જીવલેણ દાઈશ આતંકીઓનો ખાત્મો બોલાવવાનું હતું. જેને પગલે ઉત્તરીય સિનાઈમાં બળવાખોરો અને લશ્કરી સૈનિકો સાથે થયેલી અથડામણમાં ૪૦ બળવાખોરો માર્યા ગયા હતા. ગાઝા સ્ટ્રીપની નજીક આવેલી સરહદ પાસે આવેલા રફાહ શહેરના દક્ષિણમાં ઘાયલોની મદદ અર્થે એમ્બ્યુલન્સ ધસી આવી હતી.
જેહાદીઓએ ૨૦૧૩માં ઈસ્લામવાદી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુરસીની હત્યા કરી હતી અને તેમના સમર્થકો પર પણ જીવલેણ હુમલાઓ કર્યા હતા. આ ઉપરાંત તેમણે સેંકડો પોલીસકર્મીઓ અને સૈનિકોની પણ હત્યા કરી હતી.
ગૃહ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, કાહિરાના ઉત્તરમાં પોલીસની રાષ્ટ્રીય સુરક્ષા હોવા છતાં બે બંદૂકધારીઓએ શુક્રવારે એક અધિકારીની ગોળી મારીને હત્યા કરી હતી. સીરિયાની બહાર થયેલા આ આતંકી હુમલાની આઈ.એસે. જવાબદારી લીધી છે અને તેમણે રાજધાની અને નાઈલ ડેલ્ટામાં બોમ્બ વિસ્ફોટ અને હત્યાઓ કરી છે. દાઈશે ૨૦૧૫માં પર્યટકો પર પણ હુમલો કર્યો હતો, જેમાં ૨૨૪ લોકોના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત તેણે ઈજિપ્તમાં આવેલા ચર્ચ જેવા ધાર્મિક સ્થળો પર પણ હુમલાઓ કર્યા હતા.
સિનાઈમાં જેહાદીઓએ ૨૦૧૪ના અંતમાં ઈસ્લામિક સ્ટેટ સમૂહના પ્રત્યે નિષ્ઠાનું વચન આપ્યું હતુ. પેનિનસુલામાં ખુદ “સ્ટાલિન સિનાઈ પ્રાંત”ની પણ સ્થાપના કરી, જેણે ઈઝરાયેલની સાથે-સાથે ગાઝાની પણ સરહદોની સ્થાપના કરી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts