International

મુસ્લિમ હોવાના કારણે બાળકને માર મારવામાં આવતાં પાક.પરિવારે અમેરિકા છોડ્યું

(એજન્સી)                વોશિંગ્ટન,તા.૧૩

અમેરીકામાં ૭ વર્ષીય પાકિસ્તાની મૂળના એક કિશોરને છોકરો કથિત રીતે તેના પાંચ સહપાઠીઓ દ્વારા એક શાળાની બસમાં મુસ્લિમ હોવા માટે માર મારવામાં આવ્યો હતો. અમેરિકામાં મુસ્લિમો પર હુમલાઓની વધુ એક ઘટના સામે આવી છે અને આ કિશોરનું કુટુંબ ભયમાં છે અને “ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા” થી પાકિસ્તાન પાછા આવવાની ફરજ પડી છે.

અબ્દુલ ઉસ્માનીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે તેમના બાળક સાથે ગુંડાગીરી કરવામાં આવી હતી અને જ્યારે તે ઉત્તર કેરોલિનામાં પ્રાથમિક શાળાની  બસમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં રહેલા પાંચ વિદ્યાર્થીઓ દ્વારા તેને મુસ્લિમ હોવ માટે માર મારવામાં આવ્યો હતો.  ઝીશાન-ઉલ-હસન ઉસ્માની તેના ફેસબુક પેજ પર પોતાના પુત્ર અબ્દુલ ઉસ્માનીના હાથ પર પાટા સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે “ ડોનાલ્ડ ટ્રમ્પના યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકામાં આપનું સ્વાગત છે,” મિસ્ટર ઉસ્માનીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે તેમના ત્રણ પુત્રો અને તેમની પત્ની અને તેના પરિવાર પ્રત્યે ભેદભાવનો એક લાંબો ઇતિહાસ છે અને આ તાજેતરની ઘટના બાદ તેઓ પાકિસ્તાન પરત ફર્યા છે. મિસ્ટર ઉસ્માની જણાવ્યું હતું કે “મારા પુત્રને માર મારનારા છ અને સાત વર્ષના બાળકો છે એક બાળકે તેને ચહેરા પર મુક્કો માર્યો હતો જ્યારે અન્ય બે બાળકોએ તેના પર હુમલો કરીને તેને લાત મારી હતી અને તેના હાથ પર માર માર્યો હતો. એક અમેરિકન તરીકે તમે આવો વિચાર કરી શકો નહીં” અબ્દુલના પિતાએ જણાવ્યું હતું કે, આ હુમલાથી તે આઘાતમાં છે અને તેનો એક હાથ મચકોડાઇ ગયો છે. વેક કાઉન્ટીની પબ્લિક સ્કૂલ સિસ્ટમના એક પ્રવક્તાએ કહ્યું છે કે શાળાના મુખ્ય અધિકારીએ તરત જ કથિત ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે “આ બાળકને સાથે રાખીને અધ્યાપકે અન્ય સાત વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. આ મુલાકાતમાં આ વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઈવરે કોઈપણ બોલાચાલી કે માર મારવાની ઘટના બની નથી એવું જણાવ્યુ હતું. ૩૮ વર્ષના મિસ્ટર ઉસ્માની પ્રથમ વાર પાકિસ્તાનથી એક વિદ્વાન તરીકે અમેરિકા આવ્યા હતા અને હાલમાં તેઓ સિલીકોન વેલીમાં માહિતી સોફ્ટવેર કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કામ કરે છે. ઉસ્માનીએ જણાવ્યું હતું કે તેના પરિવારને તેમના ધર્મને કારણે અનેક મહિનાથી પાડોશીઓ દ્વારા સતાવવામાં આવ્યા હતા, અને તેમના અન્ય એક પુત્રને તેઓ આતંકવાદી કહેતા હતા. મિસ્ટર ઉસ્માની જણાવ્યું હતું કે “હવે સમય બદલાઈ રહ્યો છે અને આ એ અમેરિકા નથી જે અમે હંમેશા વિચારીએ છીએ કે માનીએ છીએ. આ તે અમેરિકા નથી કે જ્યાં મે અભ્યાસ કર્યો છે,”. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે “જો ટ્રમ્પ જીતી જશે તો અમેરિકા ફરીથી મહાન બની હશે, પરંતુ એક એવું મહાન રાષ્ટ્ર બનશે જેની કોઈ કાળજી રાખી શકશે નહીં”. મિસ્ટર ઉસ્માની જણાવ્યું હતું કે આવો ભેદભાવ એક વક્રોક્તિ છે તેઓ આતંકવાદની અસરોનો સામનો કરવા માટે કામ કરી રહ્યા છે અને પાકિસ્તાનમાં એક સલામત શાળાની પહેલ માટે વૈશ્વિક શિક્ષણ માટેના યુએનના ખાસ દૂત સાથે પણ કામ કર્યું છે.

મિસ્ટર ઉસ્માનીએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો પરિવાર હવે ચૂંટણી સુધી પાકિસ્તાન રહેશે અને જો ટ્રમ્પ જીતી જશે તો જો તેમના કુટુંબને સુરક્ષિત લાગશે તો જ તેઓ ફરીથી અમેરિકા આવશે.

Related posts
International

૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
Read more
International

બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

(એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
Read more
International

‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

(એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *