આજવા રોડ સહિતના વિસ્તારોમાં ૫૦ કિલો ઉપરાંત સીંગલ યુઝ પ્લાસ્ટિક

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં દુકાનદારો સામે મહાનગર પાલિકા દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે વોર્ડ નં.૯ ની કચેરી દ્વારા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન દુકાનદારો દ્વારા ગ્રાહકોને આપવા માટે ઉપયોગમાં લેવાતી ૫૦ માઇક્રોનથી નીચેનાં ઝબલા, પ્લાસ્ટીક કપ, જયુસ કપ, સ્ટ્રો સહિત મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હતું.
મહાનગર પાલિકાના વોર્ડ નં.૯ના વોર્ડ ઓફિસર રીતેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સીંગલ યુઝ પ્લાસ્ટીક અભિયાન. જેના ભાગરૂપે વિવિધ ટીમોએ આજવા રોડ સહિતનાં વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકીંગ શરૂ કર્યું હતું. ચેકીંગ દરમ્યાન દુકાનોમાંથી જયુસ કપ, પ્લાસ્ટીકનાં ચ્હાના કપ, સ્ટ્રો, થર્મોકોલ કપ, ૫૦ માઇક્રોનથી નીચેના ઝબલા મળી આશરે ૫૦ કિલો ઉપરાંત સીંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત કર્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા નિમાયેલી એજન્સીને રી-સાયકલીંગ માટે આપી દેવામાં આવે છે. દુકાનદારોની સાથે સાથે ખાણીપીણીની લારીઓ ઉપર પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks