Gujarat

સાવરકુંડલાના લીખાળા નજીક સિંહ સહિત દસ નીલગાયને મારીને કૂવામાં ફેકી દેવાતાં સનસનાટી

(સંવાદદાતા દ્વારા)
સાવરકુંડલા, તા.૧
સાવરકુંડલા તાલુકાના લીખાળા રેવન્યુ વિસ્તારમાં આજરોજ એકી સાથે દસ નિલગાય અને એક નર સિંહનો મૃતદેહ ખુલ્લા કૂવામાંથી મળી આવતા અરેરાટી ફેલાઈ હતી અને તમામ સિંહ સહિતના વન્ય જીવો વીજ શોક લાગવાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સેવાઈ રહ્યું છે. અહીં લીખાળા ગામ નજીક જયસુખનનું સાવલિયાની વાડી આવેલી છે જે વાડીની આસપાસના ૧૧૦ વિઘામાં સરકારની તારફેન્સિંગની સ્કીમ મુજબ ફેન્સિંગ કરેલું છે જેથી આ ૧૧૦ વિઘામાંની વાડી ફરતે તાર ફેન્સિંગ બાંધેલી છે ત્યારે અહી આજરોજ સાવરકુંડલા વન વિભાગના આરએફઓ કપિલ ભાટિયાને માહિતી મળી હતી જે અહી લીખાળામાં ખુલ્લા કૂવામાં સિંહ સહિત નિલગાય મૃત હાલતમાં તરી રહ્યા છે જેથી કપિલ ભાટિયા અને ફોરેસ્ટ ઓફિસર પ્રતાપ ચાંદુએ ઘટના સ્થળ પર પહોેંચી તપાસ હાથ ધરી હતી. જેમાં શંકા જણાતા ડોગ સ્કોવર્ડ અને એફએસએલ સાસણની ટીમને બોલાવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં વાડી ફરતે ડોગ સ્કોવર્ડ અલગ-અલગ જગ્યા પર શંકા જતા અહી તપાસ હાથ ધરાઈ હતી. જેથી અહી તાર આસપાસ વાળ તેમજ રૂવાટી વન્ય જીવોની મળી આવી હતી. જેની એફએસએલની ટીમ દ્વારા તપાસ કરી આ અંગે પુરાવા લેવાયા હતા ત્યારે હાલ પ્રાથમિક તપાસ મુજબ વીજશોક લાગવાને કારણે એક સિંહ અને ૧૦ નિલગાયનાં મોત થયા હોવાનું તારણ છે તેથી અહીના વાડી માલિકની હાલ વન વિભાગ દ્વારા પૂછપરછ થઇ રહી ત્યારે તમામ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી ખુલશે તેનું હાલ સ્થાનિક તંત્ર જણાવી રહ્યું છે અને દિવસ ભર ના રેસ્ક્યુ બાદ અહી ખુલ્લા કૂવામાંથી સિંહ તેમજ અન્ય વન્ય જીવોને મહા મહેનતે બહાર કઢાયા હતા. જે રેસ્ક્યુમાં અમરેલી વન વિભાગનો સ્ટાફ સાવરકુંડલાના નોર્મલ રેંજના કપિલ ભાટિયા, પ્રતાપ ચાંદુ, ચાવડાભાઈ સાગરભાઈ, હુસેનભાઈ ભીમજીભાઈ પુરોહોતભાઈના સહિત ગીર પૂર્વના જસાધાર રેસ્ક્યુ સ્ટાફ ધારીના ડીએફઓ સકીરાના માર્ગદર્શન સમગ્ર કામગીર થઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.