રાજ્યમાં નવા બે સફારી પાર્ક બને તેવી સંભાવના : સિંહદર્શન કરી શકાશે

અમદાવાદ, તા.૪
રાજ્યમાં આગામી સમયમાં વધુ બે નવા સફારી પાર્ક બનવા જઈ રહ્યા છે. જેમાં ગીરના જંગલની જેમ હવે આ નવા સફારી પાર્કમાં પણ સિંહ દર્શન થઈ શકશે તેવી તેવી તૈયારીઓ થઇ રહી છે. રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે આજે વાપીમાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે મીડિયા સાથેની વાતમાં આ માહિતી આપી હતી. નવા સફારી પાર્ક માટે સરકાર આયોજન કરી રહી છે તેવું જણાવ્યું હતું. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અને અમદાવાદ નજીક સફારી પાર્ક બનાવવામાં આવશે. વધુમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના મોતને લઈને પણ સરકાર ચિંતિત હોવાનું જણાવી સિંહોની સારવાર માટે સરકાર તમામ રીતે પ્રયાસ કરી રહી છે અને આગામી સમયમાં હવે આવા સનજોગો ઉભા ના થાય તે માટે પણ પૂરી તકેદારી રાખવામાં આવશે તેવું પાટકરે જણાવ્યું હતું. તો હવે ગીરના જંગલમાં સિંહોની વધતી જતી વસ્તીને કારણે સિંહોના વસવાટ માટે નવા વિસ્તાર અંગે પણ સરકાર વિચારી રહી છે. જેમાં બરડા વિસ્તારમાં સિંહો ને સ્થળાંતર કરવા આવે તેવું સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. બરડા વિસ્તારમાં રહેતી માનવ વસ્તીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાનું પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું રમણ પાટકર એ જણાવ્યું હતું. આમ અત્યાર ગીરના જંગલોમાંજ સિંહ દર્શન થઈ શકતું હતું, પરંતુ હવે રાજ્યમાં વધુ બે જગ્યાએ સિંહ દર્શનનો લાભ લોકોને મળી શકશે અને રાજ્યના પ્રવાસન ઉદ્યોગમાં પણ વેગ મળશે તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts