(એજન્સી) બૈરૂત, તા.૩૧
યુ.એસ. આધારિત ગઠબંધન દ્વારા બુધવારે લેબેનોનમાંથી પૂર્વીય સીરિયા તરફ પ્રયાણ કરતાં દાઈશ આતંકીઓને રોકવા માટે હુમલાઓ કરવામાં આવ્યા હતા, તેમ એક સ્થાનિક સમાચાર એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું. યુદ્ધ વિરામના કરાર હેઠળ સોમવારે લેબેનોન અને સીરિયા આ બે પ્રાંતોની સરહદ પરથી હજારો દાઈશ આતંકીઓ અને નાગરિકોને હટાવી લેવામાં આવ્યા હતા, કે જ્યાં દાઈશ આતંકીઓ દ્વારા ઈરાકની સરહદ સાથે જોડાયેલા પૂર્વીય સીરિયામાં આવેલા શહેર પર કબજો કરવામાં આવ્યો હતો.
ગઠબંધનના પ્રવક્તા રેયાન દિલ્લોને કોઈ ચોક્કસ સ્થળની વધુ માહિતી ના આપતાં જણાવ્યું કે, “દાઈશ આતંકીઓ અને નાગરિકોના કાફલાને પૂર્વ તરફ આગળ વધતા રોકવા માટે રસ્તાઓ ઉખાડી નાખવામાં આવ્યા છે અને નાના પુલોને તોડી પાડવામાં આવ્યા છે. દાઈશ એ વૈશ્વિક જોખમ સમાન છે, જે એક સ્થળ પરથી બીજા સ્થળ પર સ્થળાંતર કરીને તેમના જ જેવા નવા આતંકીઓને પેદા કરે છે. જેનો કોઈ કાયમી ઉકેલ નથી.”
દાઈશ અને શક્તિશાળી લેબેનીઝ શિયા ચળવળ હિઝબુલ્લાહની વચ્ચે થયેલી વાટાઘાટો બાદ નિકાસનો કરાર કરવામાં આવ્યો હતો. સીરિયાના પાડોશમાં દમાસ્કસ સરકારને બચાવવા માટે યુદ્ધ સમયે તેના માટે હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહ દ્વારા દાઈશની વિરૂદ્ધ એક અઠવાડિયા સુધી સીરિયન ભાગોમાં લેબનોનની સરહદ નજીક અપમાનજનક લડાઈ લડવામાં આવી હતી. આ લડાઈમાં સરહદ પર લેબેનોન સૈનિકો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા. આખરે એક કરારની સાથે દાઈશ આતંકીઓ અને સૈનિકો વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો. આ કરાર મુજબ દાઈશ આતંકીઓ બસ મારફતે લેબેનોન સાથે જોડાયેલ સીરિયાની પશ્ચિમી સરહદ પાસેથી પસાર થઈને સીરિયાની પૂર્વીય સરહદ તરફ જવા રવાના થવાના હતા.