સર્જિકલ સ્ટ્રાઇક્સને વધુ પડતી ચગાવાઇ : અભિયાનના કમાન્ડર પૂર્વ સૈન્ય અધિકારી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
એલઓસી પર આતંકવાદી માળખાઓ પર સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સના મુખ્ય ઉત્તરીય સેનાના કમાન્ડર નિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ શુક્રવારે આ હુમલાઓને વધુ પડતા ચગાવાયા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારના નેતાઓ અને ખાસ કરીને ખુદ વડાપ્રધાને પણ આ મુદ્દાનો વિવિધ રાજ્યોની ચૂંટણીઓના પ્રચારમાં ખુબ ઉપયોગ કર્યો છે. આ સાથે જ મોદી સરકાર પર પહેલા આરબીઆઇ અને સીબીઆઇના ટોચના અધિકારીઓએ દબાણ કરવાનો આરોપ લગાવ્યા બાદ હવે સેનાના ટોચના અધિકારીએ સરકાર પર પરોક્ષ રીતે આરોપ લગાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉરીના સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલામાં ૧૭ સૈનિકો શહીદ થયા બાદ ભારતીય સૈન્યે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સરહદો નજીક આવેલા આતંકવાદી માળખાઓ પર હુમલા કરવાનો દાવો કર્યા બાદ તેને સર્જિકલ સ્ટ્રાઇક નામ આપવામાં આવ્યુું હતું. પૂર્વ સેના અધિકારીએ સર્જિકલ સ્ટ્રાઇકની સફળથા અંગે શરૂઆતના ઉત્સાહને સ્વાભાવિક ગણાવ્યો હતો પણ સર્જિકલ સ્ટ્રાઇકના પ્રચારો અતિરેક અને મોટાપાયે કરાયેલા રાજકીયકરણને અયોગ્ય ઠેરવ્યો હતો. લેફ્ટનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ જણાવ્યું કે, મારા મતે આ મામલાને વધુ પડતો ચગાવાયો છે. સૈન્ય ઓપરેશન જરૂરી હતું અને અમે તેને પાર પાડ્યું પણ તેનું કેટલું રાજકીયકરણ થવું જોઇએ. સર્જિકલ સ્ટ્રાઇકની સફળતા પર શરૂઆતનો ઉત્સાહ સ્વાભાવિક છે પણ તેના પ્રચારનો અતિરેક અને મોટાપાયે રાજકીયકરણ અયોગ્ય છે. આ મુદ્દે રાજકારણ થવું જોઇએ કે નહીં તે સવાલ રાજનેતાઓને જ પુછવો જોઇએ. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે લેફ્ટનેન્ટ જનરલ ડીએસ હુડ્ડા ઉત્તરીય સૈન્યના કમાન્ડર હતા અને સર્જિકલ સ્ટ્રાઇકનો લાઇવ વીડિયો જોઇ રહ્યા હતા. તે સમયના કમાન્ડર અને હાલ નિવૃત્ત લેફ્ટેનેન્ટ કમાન્ડર જનરલ હુડ્ડાએ ઉરી હુમલાનો બદલો લેવા માટે બે અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં વિશેષ સૈન્ય દળોને સર્જિકલ સ્ટ્રાઇક કરવાની મંજૂરી આપી હતી. સૈન્ય સાહિત્ય મહોત્સવ ૨૦૧૮ના પ્રથમ દિવસે શુક્રવારે ‘સરહદ પાર અભિયાન અને સર્જિકલ સ્ટ્રાઇકની ભૂમિકા’ વિષય પર ચર્ચામાં હુડ્ડાએ ભાગ લીધો હતો. તેમણે પુછ્યું કે શુ તેને ચગાવવાથી મદદ મળી, તો હું કહીશ કે બિલકુલ નહીં. જો તમે સૈન્ય અભિયાનોનું રાજકીયકરણ શરૂ કરી દો તે સારૂં નથી. બને તરફથી તેની ઘણી રાજકીય મજાક બનાવાઇ અને જ્યારે સૈન્ય અભિયાનોનુ રાજકીયકરણ થાય તો તે સારૂં નથી. હુડ્ડાએ ઉમેર્યું કે, હુમલા ઘણા મહત્વના હતા અને કરવાના જ હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક પર આરોપો મુકવામાં આવ્યા અને તેનું રાજકીયકરણ કરવમાં આવ્યું જેમાં રાજકીય ક્ષેત્રોમાંથી કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવ્યા. પ્રેક્ષકોમાંથી પૂછાયેલા સવાલનો જવાબ આપતા હુડ્ડાએ કહ્યું કે, એ સારૂ હોત કે, સર્જિકલ સ્ટ્રાઇક્સને ગુપ્ત રીતે ચલાવાઇ હોત. આ અભિયાનનો હેતુ વ્યૂહાત્મક જ નહીં પણ રાજદ્વારી પણ હતો અને દુશ્મનના મનોબળને મહદ અંશે અસર કરે છે. તેમણે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકસનો હેતુ વિસ્ફોટકો દ્વારા અજામ આપવાનો ન હતો. અમારી પાસે ઘણા વિસ્ફટકો છે પણ તેનાથી મદદ મળી ન હોત. હુમલાઓનું આયોજન પહેલાથી જ બની ગયું હતું તો પછી તેને જાહેર કરવાની જરૂર હતી ?

સર્જિકલ સ્ટ્રાઇક્સને વધુ પડતી ચગાવાઇ હોવાના જનરલ હુડ્ડાની ટિપ્પણી અંગે સેનાપ્રમુખ રાવતે કહ્યું, આ તેમનો અંગત વિચાર છે

ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે શનિવારે જનરલ હુડ્ડાના એવા દાવાને ફગાવી દીધો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક્સને વધુ પડતી ચગાવાઇ હોવાનો દાવો કર્યો હતો. રાવતે કહ્યું કે, આ તેમનો અંગત વિચાર છે. ૨૮-૨૯ સપ્ટેમ્બરની રાતે એલઓસી નજીક કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક્સ બાદ દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો અને તેની સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. હુડ્ડાનાઆરોપો અંગે સવાલના જવાબમાં જનરલ બિપિન રાવતે કહ્યું કે, આ તેમનો અંગત વિચાર છે અને તેની સામે હું કોઇ જવાબ આપી ન શકું. જોકે, રાવતે એમ પણ જણાવ્યું કે આ ઓપરેશનમાં હુડ્ડા મહત્વના અધિકારીઓમાંથી એક હતા તેથી તેમના શબ્દોનું હું ઘણું સન્માન કરૂું છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks