સલાયાની બોટમાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો

જામનગર, તા.૧૩
સલાયામાં આવેલી એક બોટમાંથી દ્વારકા એસઓજીએ શક પડતો ચૌદસો લીટર ડીઝલનો જથ્થો ભરેલા બેરલ કબજે કર્યા છે. આ બોટના ટંડેલની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના કેટલાક માછીમારો દરિયામાં જતાં હોવાની બાતમી મળતા તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવા દ્વારકાના જિલ્લા પોલીસવડા આર.જે. પારગીએ સૂચના આપતા પીઆઈ પી.ડી. સોલંકી સહિતની એસઓજીની ટૂકડીએ ચેકીંગ હાથ ધર્યું હતું.
તે દરમ્યાન સલાયા વિસ્તારમાં આવેલા સફીઢોળામાં ફૈઝ-એ-અલ નવાઝ નામની બોટમાં ડીઝલનો શંકાસ્પદ જથ્થો લાવવામાં આવ્યો હોવાની બાતમી મળતા એસઓજીની ટુકડી દોડી ગઈ હતી. આ બોટના માલિક આમીન હાસમ સંઘારની અટકાયત કરી એસઓજીએ બોટની તલાશી લેતાં રજીસ્ટ્રેશન નં.આઈએનડી જીજે-૧૦-એમએમ ૧૫૩૮ નંબરની આ બોટમાંથી પ્લાસ્ટિકના સાત બેરલમાં ભરેલો ચૌદસો લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.
ડીઝલના આ જથ્થા અંગે પૂછપરછ કરાતા ટંડેલ આમીન હાસમ ગંઢારે ગલ્લાતલ્લા કરતા એસઓજીએ બોટ તેમજ ડીઝલનો જથ્થો સીઆરપીસીની કલમ ૪૧ (૧) ડી હેઠળ અટક કરી ટંડેલની પૂછપરછ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks