‘સ્વચ્છ ભારત અભિયાન’ની વાતો વચ્ચે સ્વચ્છતાના સ્થાને ગંદકીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પણ જેને સ્માર્ટસિટી બનાવવા માટે તંત્રએ ખરેખર કમર કસી છે ! એવા અમદાવાદના જમાલપુર વિસ્તાર પાસેના સરદારબ્રિજ પર તસવીરમાં દેખાતા કચરાના ઢગલા શું સૂચવી જાય છે ? વધુમાં શહેરના ભરચક વિસ્તાર ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસે રોડ પર રખડતી ગાયો. આ દ્રશ્યો અન્ય કોઈ સામાન્ય દિવસના નહીં પણ ર ઓકટોબર ગાંધીજયંતીના છે. આમ જેની સ્વચ્છતાની વાતો અને સમજણથી પ્રભાવિત થઈ અને પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું. એ જ સાબરમતીના સંતના શહેરમાં સાબરમતી નદીના જ એક પુલ પર આટલી ગંદકી અને શહેરમાં રખડતા ઢોર. છતાં સ્માર્ટસિટી અને સ્વચ્છતાની મોટી-મોટી વાતો તો કરવાની જ અને ફોટા પડાવવા હોય ત્યારે હાજર રહેવાનું. આ બધુ આપણી અંદરની ગંદકી પર આડકતરો ઈશારો કરતો હોય તેવું નથી લાગતું ? ? ?
Facebook
0
Twitter
0