(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
હાલમાં રયાન સ્કૂલમાં બાળકની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ શાળાના માલિક ગ્રેસ પિન્ટો અને તેના પતિ ઓગસ્ટીન ફ્રાન્સિસ પિન્ટો કરોડો રૂપિયાની કીમની લોન્ડ્રીંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તેઓ સરકારી કંપનીમાં નિર્દેશાલયના પદ પર રહ્યા. મોદી સરકારનો વિવાદો સાથે સંબંધ રહ્યો છે. સેબી દ્વારા મની લોન્ડરીંગના ગંભીર આરોપ છતાં રયાન ઈન્ટરનેશનલ સ્કૂલના માલિક ગ્રેસ પિન્ટોને સરકારી માલિકીની કંપનીમાં સ્વતંત્ર નિર્દેશક તરીકે નિમણૂક કરાઈ હતી. ભાજપના વરિષ્ઠ નેતાના નજદીકી પિન્ટોને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.ના નિર્દેશક તરીકે નિયુક્તિ અપાઈ છે. કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તક કોટન કોર્પોરેશન છે. હાલમાં પ્રદ્યુમ્ન હત્યાકાંડમાં ૭ વર્ષના માસૂમ બાળકની ભયાવહ હત્યામાં પુરાવાઓ રફેદફે કરવાના કેસમાં પિન્ટો મીડિયામાં છવાયા હતા. કોટન કોર્પોરેશન સરકારી કંપની છે. છતાં તેને સેબીની તપાસમાંથી પસાર થયું હતું. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ગ્રેસ અને પતિ પિન્ટોએ મુંબઈની એક ફાઈનાન્સ કંપની કમલક્ષી લીમિટેડનો ઉપયોગ કરી ૩ર કરોડની હેરાફેરી કરી હતી. સેવીએ આ કંપનીને કિંમતોમાં હેરાફેરી કરવા બદલ દોષિત ગણી. ૧૮ હજાર કરોડની ટેક્ષ ચોરીના મામલે પણ સેવીએ આદેશ કર્યો હતો. એક અંગ્રેજી અખબારના કહેવા મુજબ ૧૩૭ નામો હતા. આદેશમાં ગ્રેસ પિન્ટો અને પતિ ઓગસ્ટનનું નામ પણ હતું. મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું તે સમયે પિન્ટોએ પ૦ લાખનું રોકાણ કરી ૩ર કરોડ રૂપિયાનો લાભ ઉઠાવ્યો. મીડિયાને પ્રતિક્રિયા આપવાનો પિન્ટોએ ઈન્કાર કર્યો.