National

જ્યારે મોડી રાત્રે મહિલા રિક્ષા ડ્રાઈવરે અન્ય મહિલાની મદદ કરી, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
મુંબઈની એક મહિલાએ સોશિયલ મીડિયામાં શેર કરેલ તસવીર રોજીંદા જીવનમાં જાતીય હુમલાઓ કે અન્ય હેરાનગતિનો સામનો કરવો પડતો હોય એવા સમાજની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. મુંબઈની વિજયતા નામની મહિલાએ ટ્‌વીટર પર મહિલા ઓટો ડ્રાઈવરની મોડી રાત્રીની તસવીર શેર કરી છે. વિજયતાએ ર૧ જૂનની રાત્રે ટ્‌વીટ પોસ્ટ કરી હતી. વિજયતાએ ટ્‌વીટ કરી કે ર૦ જૂનની રાત્રે એમની કેબ રસ્તા વચ્ચે બગડી ગઈ હતી ત્યારબાદ તેમણે એક ઓટો રોકાવી. ઓટો જોતા તેમના આશ્ચર્યનો પાર નહોતો. ઓટો એક મહિલા ડ્રાઈવર ચલાવી રહી હતી. વિજયતાએ જણાવ્યું કે, મહિલા ડ્રાઈવર તેમને ઘરે મૂકી ગઈ. મહિલા સાથેનો એમનો અનુભવ સુખદ હતો. તેમણે લખ્યું કે એ વાતની ખુશી છે કે એક મહિલા કોઈપણ સમયે પોતાને સુરક્ષિત અનુભવે છે. વિજયતાની આ પોસ્ટને ઘણા લોકોએ ખૂબ જ પસંદ અને શેર કરી છે. એક યુઝરે વિજયતાની પોસ્ટ પર લખ્યું કે એક મહિલા ઓટો ડ્રાઈવર તરીકે મોડી રાત સુધી કામ કરી શકે તો ખરેખર આ એક સુરક્ષિત સ્થાન છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.