સોશિયલ મીડિયામાં ભાજપ તરફી પ્રચાર માટે સરકારી ફંડનો દુરૂપયોગ થયો : એનડીટીવી રિપોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
એનડીટીવી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનાત્મક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયામાં ભાજપ તરફી પ્રચાર માટે સરકારી ફંડનો દુરપયોગ થયો હતો. હરિયાણામાં ડેરા ચીફ રામ રહીમની ધરપકડને પગલે ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગયેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પર મૂકવામાં આવેલા આક્ષેપ બાદ ૩૧ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર આ હેશટેગ પ્રચલિત બન્યો હતો.
૧. ‘સિલ્વર ટચ’ ભાજપના એજન્ડાને આગળ ધપાવી રહ્યો છે
રિપોર્ટ અનુસાર જાની કે જેમને વડાપ્રધાન મોદી ટ્‌વીટર પર ફોલો કરે છે તેઓ અમદાવાદ સ્થિત આઈટી કંપની સિલ્વર ટચ ટેકનોલોજી લિમિટેડમાં સોશિયલ મીડિયાની કમાન સંભાળી રહ્યાં છે. જાનીની સીવીની વિસ્તૃત તપાસ કરવામાં આવતાં એવું જણાયુંમ કે તેઓ એક દિવસમાં ૩૦ વાર ટ્‌વીટ કરે છે.હવે સિલ્વર ટચ ટેકનોલોજી લિમિટેડના ગ્રાહકોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી જેવા મોટા નામનો સમાવેશ થાય છે. તે ૪૬ સરકારી વેબસાઈટને જાળવી રાખીને તેને વિકસીત કરી રહ્યું છે.
૨. ભાજપની ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ
સ્ટીંગ ઓપરેશન દરમિયાન એનડીટીવીને એવું જાણવા મળ્યું કે સિલ્વર ટચના જયસ્વાલ ભાજપની ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટમાં અગ્રેસર રહ્યાં છે. કંપનીના મનોજ નામના બીજા એક વ્યક્તિએ જયસ્વાલના દાવાનું સમર્થન કર્યું. તેમણે હરિયાણા માટે પણ આવું પ્રતિષ્ઠાભર્યું કામ કર્યું હતું. જોકે આવા પ્રતિષ્ઠાભર્યાં કામને કન્ટેન્ટ રાઈટીંગ કે બીજા કોઈ લેખનના ઓથા હેઠળ ચલાવવામાં આવ્યું હતું.
૩. સિલ્વર ટચે સોશીયલ મીડિયામાં જોડાણનો ઈન્કાર કર્યો
સિલ્વર ટચે સોશીયલ મીડિયામાં જોડાણનો ઈન્કાર કર્યો છો. સિલ્વર ટચના પ્રતિનિધિઓએ કેમેરાની સામે વાત કરવાનો ઈન્કાર કર્યો એટલું જ નહીં પરંતુ તેની સાથે સંજય રોયે આ તમામ આક્ષેપોને રદિયો આપ્યો. સિલ્વર ટચના કર્મચારીઓ ટ્‌વીટર પર ભાજપી તરફી પોસ્ટ શેર કરી રહ્યાં છે. તો તેઓ તેમના અંગત અભિપ્રાયો આપી રહ્યાં હોય તો પછી શા માટે તેઓ ઉગ્ર રીતે ભાજપ તરફી પ્રચાર કરી રહ્યાં છે.
૪. ભાજપના આઈટી સેલે સિલ્વર ટચ ટેકનોલોજી સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો
ભાજપના આઈટી સેલે સિલ્વર ટચ ટેકનોલોજી સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયાએ જવાબ આપતાં કહ્યું ભાર્ગવ જાની નામનો કોઈ માણસ ભાજપ આઈટી સેલ સાથે કામ કરે છે તેની મને કોઈ ખબર નથી. તેમ છતાં પણ તે સ્વંયસેવી કાર્યકાર હોઈ શકે. મને સિલ્વર ટચ ટેકનોલોજી કંપનીની કંઈ ખબર નથી. તેથી તેમની સાથે ભાજપ આઈટી વિભાગ સંકળાયેલો છે તેવો સવાલ જ ઉઠતો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks