સોશિયલ મીડિયામાં ‘ગાંડો થયેલો વિકાસ’ હવે મોબાઈલ એપ્લીકેશનમાં પહોંચ્યો

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.પ
છેલ્લા કેટલાક સમયથી ભાજપના વિકાસ મુદ્દાને લઈને સોશિયલ મીડિયામાં રમૂજી પેદા કરતા મેસેજ ફરતા થયા છે. જેમાં ભાજપે અત્યાર સુધી કરેલા વિકાસના દાવાઓની ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, રઘવાયો થયો છે, સૂતો છે સહિતના મુદ્દાઓને લઈને વાયરલ થયેલા મેસેજોથી ભાજપમાં રીતસરનો સોપોં પડી ગયો છે. જો ભાજપના અગ્રણીઓ વિકાસના ફરતા થયેલા મેસેજો મુદ્દે લૂલો બચાવ કરી રહ્યા છે. તો વિકાસ ગાંડો થયો છે. તેની એપ્લીકેશન પણ આવી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પહેલા રાજયના ગ્રામ વિસ્તારમાં એક એસ.ટી.બસના ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ એસ.ટી. બસના અકસ્માતની તસવીર સાથે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો. કે આઘા રહેજો વિકાસ હવે ગાંડો થયો છે. ત્યાર બાદ જીએસટી, સરકારી જાહેરાતના ખર્ચ, રસ્તા, ખેડૂતોના પ્રશ્નો સહિતના સરકારના વિકાસના મુદ્દાઓને આવરી લઈને વિકાસ ભૂખ્યો થયો છે, વિકાસ રઘવાયો થયો છે, વિકાસ હડકાયો થયો છે. જેવા અનેક મેસેજ ફરતા થયા છે. જેમાં પેલા ગાંડો થયો પછી ઘુરાયો થયો, ને પછી તો રઘવાયો થયો આઘા રહેશે વિકાસ હવે તો હડકાયો થયો, જેવા અનેક મેસેજોથી રમૂજ ફેલાઈ છે. વિકાસ ગાંડો થયો છે તેની મોબાઈલ એપ્લીકેશનો પણ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જોવા મળી છે. જેમાં વિકાસ જુવાન થયો હોવાથી તોફાને ચઢયો હોવાના સહિતના અનેક વિકાસના જોકસ વાંચવા મળે છે. ત્યારે ભાજપ સરકાર પણ આ વિકાસના વાયરલ થયેલા મેસેજોથી પોતાનો લૂલો બચાવ કરતી જોવા મળી રહી છે જો કે, સોશિયલ મીડિયામાં વાયરલ વિકાસ ગાંડો હવે ગૂગલ પ્લે સ્ટોરમાં એપ્લીકેશનમાં આવી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks