બકરા ઈદ-જીવદયા અભિયાન નામે ઉશ્કેરણીજનક લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયું

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
બકરા-ઇદ જીવદયા અભિયાન, અબોલ જીવો છોડાવો, એક જીવ છોડાવાના રૂપિયા ત્રણ હજાર એવા કેટલાક લોકોના નામ અને મોબાઇલ નંબર સાથે સોશિયલ મીડિયામાં આવું લખાણ મુસ્લિમ સમાજના પવિત્ર ઇદુલ અદા (બકરા ઇદ)ના પ્રસંગ પૂર્વે વાયરલ કરવામાં આવી રહ્યાં હોવાની જાણ શહેરના શાંતિ પ્રિય મુસ્લિમ સમુદાયમાં થતાં મુસ્લિમોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.
આ અંગે વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી થોડા દિવસોમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરા ઇદ આવતી હોવાથી મુસ્લિમો તહેવાર શાંતિ પૂર્વકના ઉજવે તે માટે કેટલાક લેભાગુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી બકરા ઇદ વિરૂદ્ધ ખોટા લખાણો લખી બે કોમો વચ્ચે વૈમ્નસ્ય જેવા કાર્યો કરી રહ્યાં છે. કોઇપણ સંસ્થાનું નામ લખ્યા વગર માત્ર છ જેટલા ઇસમોના વ્યક્તિગત નામ અને મોબાઈલ નંબર લખી બકરા ઇદ જીવદયા અભિયાન જેવા બેનર હેઠળ બકરીના ફોટા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યાં છે, એમા સ્પષ્ટ પણે જણાવી રહ્યું છે કે અબોલા જીવો છોડાવો, એક જીવ છોડાવવાના ત્રણ હજાર રૂપિયા જેવા બેનરો સોશિયલ મીડિયા મારફત કરી રહ્યાં હોવાની જાણ શહેરમા શાંતિ પ્રિય અને બુદ્વી જીવો મુસ્લિમોમાં થતાં મુસ્લિમોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આ બાબતે સુરત વર્સેટાઇલ માઇનોરીટી ફોરમના પ્રમુખ એડ. બાબુ ઇશ્તિયાક પઠાણને જાણ થતા તેમણે સોશિયલ મીડિયા મારફત સૌ પ્રથમ પો.કમિ.નું ધ્યાન દોરી તે બાબતે લખાણ લખી તેમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજના પવિત્ર બકરી ઇદનો પ્રસંગ શાંતિપૂર્વક ન ઉજવાય તે માટે કેટલાક લોકોએ નામ અને મોબાઇલ નંબર સાથે સોશિયલ મીડિયામાં એવું લખાણ વાયરલ કરેલ છે કે જેનાથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ રહેલ છે અને મુસ્લિમોના કુર્બાની કરવાના ધાર્મિક અધિકાર પર તરાપ મારવાનો હિચકારો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લખાણથી બકરી ઇદ ટાણે સુરત શહેરમાં અશાંતિ ઉભી કરવાનો મનસુબો ધરાવતા કેટલાક તત્વો આવા લખાણથી વકી છે. ગેરમાર્ગે દોરાય તેવી તથા આવા તત્વો અસામાજિક તત્વો તથા કટ્ટરવાદીઓને ધમાલ કરવા આહવાન કરી આપી રહ્યા છે, આ પ્રસંગે એક બકરી છોડાવવાના ૩૦૦૦ આપવાની વાત જાહેર કરવાથી અસામાજીક તત્વો કુર્બાનીના કાયદેસર માન્યતા પ્રાપ્ત જાનવરોની પણ લુટફાટ કરશે, આવા ઉશ્કેરણીજનક લખાણોથી કાયદા વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી કોની રહેશે. તેથી આવી ઇરાદાપૂર્વક ઉશ્કેરણી, લખાણ વાઇરલ કરનાર સામે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
આવા તત્વો વિરૂદ્ધમાં જો યોગ્ય કાયદાકીય પગલા ભરવામાં નહિ આવે તો વર્સેટાઇલ માઇનોરીટીઝ ફોરમના નેજા હેઠળ મુસ્લિમોની રેલી કાઢી પો.કમિ.ને આવેદનપત્ર આપી ડીજીપી ગુજરાતે બહાર પાડેલા બકરી ઇદ નિમિત્તના પરિપત્રનો અમલ કરાવવાની તથા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગણી ફોરમના પ્રમુખ એડવોકેટ બાબુ પઠાણએ માંગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks