પૈસા ભરવા છતાં ખેડૂતો એક વર્ષથી સોલર લાઈટથી વંચિત !!

(સંવાદદાતા દ્વારા) મોરબી, તા. ૩
ખેડૂતોએ સોલાર સિસ્ટમ લાઈટના રૂ.૪૫૦૦ લેખે જી.ઈ.બી બોર્ડમાં ભરી દીધા હોય એક વર્ષ વિતી ગયુ છતા ખેડુતો સોલર લાઈટથી વંચિત પ્રમુખ આકરા પાણીએ ભરેલી રકમ પાછી આપો
માળીયામિંયાણાના વેજલપર ગામે આવેલ જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ અરજણભાઈ હુંબલે ખેડુતોને સરકાર તરફથી મળતી સોલાર સિસ્ટમ લાઈટના રૂપિયા ભરી દીધા હોવા છતા એક વર્ષ વિતી ગયુ હોવા છતા આજદિન સુધી સોલાર લાઈટ નહી મળતા ખેડુતો સોલાર સીસ્ટમ લાઈટથી વંચિત છે જેથી આ બાબતે જાન્યુઆરી મહીનામાં કૃષિમંત્રીને રજૂઆત કરી ઘટતુ કરવા પ્રમુખે માંગ કરી હતી જે રજુઆતનુ સુરસુરીયા થયુ હોય તેમ તાલુકાના ખેડુતોએ સોલર લાઈટ લેવા તા.૬ જુલાઈ ૨૦૧૭ના રોજ સરકાર તરફથી મળતી સોલર સિસ્ટમ લાઈટ માટે જી.ઈ.બી બોર્ડમાં રૂ.૪૫૦૦ ભરી દીધેલ છે છતા આજદિન સુધી જી.ઈ.બી સોલર લાઈટ આપવામાં નથી આવેલ જેથી છેલ્લા દોઢેક વર્ષથી રાહ જોતા ખેડુતોને સોલાર લાઈટ ક્યારે મળશે તેવો ધખધખતો સવાલ ઉઠવા પામ્યો છે આ અંગે વેજલપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખે કૃષિમંત્રી અને જી.ઈ.બી તંત્રને જગાડવાના અનેક પ્રયાસો કર્યા છતા આજદિન સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી તેમજ જી.ઈ.બી બોર્ડ દ્વારા સોલર લાઈટની રકમ લઈ ખેડુતો સાથે અન્યાય કરી સોલર લાઈટ આપવામાં બોર્ડે ઠાગાઠૈયા કરતા પ્રમુખ લાલઘુમ થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks