(એજન્સી) તા.ર૩
સોમાલિયામાં અલ- કાયદાના સહયોગી આતંકી સંગઠન અલ-શબાબ સમૂહને નિશાને લેવાના પ્રયાસ સ્વરૂપે અમેરિકી સેના દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જો કે તેમાં ૧૦૦થી વધુ આતંકીઓનાં મોતના સમાચાર મળ્યા છે. આ વાતની જાણકારી અમેરિકી સેનાએ જ આપી હતી. અમેરિકી ડિફેન્સ અધિકારીએ જણાવ્યું કે, અલ-શબાબ ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી આફ્રિકી કમાનના એક નિવેદનમાં જણાવાયું છે કે, સોમાલિયાની સંઘીય સરકાર સાથે તાલમેલથી અમેરિકી સુરક્ષા દળોએ સોમાલિયામાં મંગળવારે ર૧ નવેમ્બરે સોમાલિયાઈ સમયાનુસાર સવારે સાડા દસ વાગ્યે અલ-શબાબ વિરૂદ્ધ હવાઈ હુમલા કર્યા હતા અને તેમાં ૧૦૦થી વધુ આતંકીઓને ઉડાવી દીધા હતા. સોમાલિયામાં હવે ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં પ૦૦ સૈનિકો સામેલ છે. ત્યાં અલ-શબાબ સાથે આઈએસઆઈએસ સાથે લડતમાં આફ્રિકાના સમર્થનમાં અમેરિકી સેના ઉતરી આવી છે. ચાલુ વર્ષે અત્યાર સુધી પેન્ટાગોન દ્વારા ર૯ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તેમાંથી સાત હુમલા ૯થી ૧૪ નવેમ્બરે વચ્ચે જ કરવામાં આવ્યા છે. જો કે તાજેતરમાં હવાઈ હુમલા પાટનગર મોગાદિશુથી ૧રપ માઈલ દૂર ઉત્તર-પશ્ચિમે કરવામાં આવ્યા હતા. અમેરિકી-આફ્રિકી કમાન્ડરે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, અમેરિકી સેના અમેરિકનોને બચાવવા માટે અને આતંકીઓને નાબૂદ કરવા માટે તમામ પ્રકારના પગલાં ભરવા માટે પ્રતિબદ્ધ છે અને તેને એવો અધિકાર પણ છે. હાલમાં હુમલામાં સોમલિયા નેશનલ સિક્યોરિટી ફોર્સને અમેરિકી સેના પર આઈએસનો સામનો કરવામાં મદદ કરી રહી છે. જો કે અમેરિકી સેનાએ આ હવાઈ હુમલામાં કોઈ નાગરિકોનાં મોતના સમાચારની વિગત જાહેર કરી નથી. જો કે આ હવાઈ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરાયો હતો કે પછી સેનાના એરક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો તે અંગે ખુલાસો કરાયો નથી.