સોનાનાં રેગે રંગાયેલુ રફાળા ગામ અમરેલી જિલ્લાનું પ્રથમ ગોલ્ડન વિલેજ

(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા,તા.૧૬
બગસરા તાલુકાનું રફાળા ગામ.ગામમાં આવતાજ સમગ્ર ગામ ગોલ્ડ રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે.રફાળા ગામમાં તમામ સુવિધાઓ જોવા મળી રહી છે.સામાન્ય રીતે ગામડામાં કોઈ સુવિધાઓ જોવા મળતી નથી ત્યારે રફાળા ગામમા તમામ સુવિધાઓ જોવા મળી રહી છે. મોરારીબાપુના હસ્તે અહીં મુખ્ય ગેટ સરદાર ગેટ,સમશ્યાન,પ્રસ્થાન કેન્દ્ર,સરસ્વતી મંદિર,ઇન્ડિયા ગેટ વગેરેને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તો અહીં ગ્રામપંચાયતનું નામ સંસદભવન રાખવામાં આવ્યું છે.તો ચાર રસ્તાઓ ઉપર અમર જવાન સ્મારક પણ બનાવવવામાં આવ્યું છે.તો સફાળા ગામમાં લાડલી ભવન બનાવવામાં આવ્યું છે.આ લાડલી ભવન રફાળા ગામ સિવાય કોઈ જગ્યાએ જોવા નહીં મળે તેવું બનાવવામાં આવ્યું છે..ગામની બહેનોએ મુખ્ય રસ્તા ઉપર અવનવી ડિઝાઈનની રંગોળી પણ બનાવી હતી.
રફાળા ગામના તમામ સ્થળોનું લોકાર્પણ કર્યા બાદ કથાકાર મોરારીબાપુ પણ આ ગામ જોઈને નવાઈ પામ્યા હતા અને કહ્યું હતું કે અત્યાર સુધી આવું ગામ મેં મારી જિંદગીમાં જોયું નથી.હું દરેક દેશમાં કથા કરવા જાવ છું પણ અહીં જે પ્રકારની સ્વચ્છતા,સુવિધા જોવા મળી છે આવી સુવિધા કોઈ ગામડામાં જોવા મળતી નથી.ખરેખર આ ગોલ્ડન વિલેજ છે.
રફાળા ગામમાં આવતાજ સમગ્ર ગામ ગોલ્ડન જોવા મળે છે.આજે આ ગામના દરેક ઘર શણગારેલા જોવા મળે છે.અહીં દરેક સુવિધા સવજીભાઈ એ રફાળા ગામના લોકો માટે કરી છે.અહીં ભૂગર્ભ ગટર,રોડ,રસ્તા ,ધોબી ઘાટ,વારી ગૃહ,મંદિરો તમામ સુવિધાઓ સવજીભાઈ એ રફાળા ગામને આપી છે.તો સવજીભાઈ સાથે કામ કરતા સુરેશભાઈ જણાવી રહ્યા છે કે આ પ્રકારના આધુનિક ગામ માટે સવજીભાઈ છેલ્લા ૧૫ વર્ષથી મહેનત કરી રહ્યા હતા.પરંતુ છ મહીના પહેલા રફાળા ગામને ગોલ્ડન વિલેજ બનાવવા માટેનું કાર્ય શરૂ કર્યું હતું.અહી ઇન્ડિયા ગેટ,સરદાર ગેટ,આધુનિક સ્મશાન છે.સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં લોકો ગેટ બનાવે તો પોતાના માતા, પિતાનું નામ લખતા હોય છે પરંતુ સવજીભાઈ એ સરદાર ગેટ,ઇન્ડિયા ગેટ વગેરે નામ આપ્યા છે જે આજ સુધી કોઈ જગ્યાએ જોવા મળતું નથી.
સવજીભાઈનો જન્મ રફાળા ગામ થયો છે.અહીં ધો.૧ થી લઈ ધો.૪ સુધીની શાળા છે.વિશેષ અભ્યાસ માટે બહાર જવુ પડતું
અમરેલી અભ્યાસ માટે ગયો ત્યારે રફાળા ગામનું નામ પડતાજ લોકો પૂછતા તે ક્યાં આવ્યું.ત્યારે મને મનમાં વિચાર આવેલો કે એક દિવસ મારું ગામનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું થાય તેવું ગામ હું બનાવીશ.મારા પિતા પણ કહેતા કે ગામ માટે કંઈક કરજે.તેઓ ૨૦ વર્ષ સુધી આ ગામમાં સરપંચ તરીકે રહ્યા હતા.૧૯૫૫ થી લઈને ૨૦૧૭ સુધીના સરપંચોની ફોટા તેમજ નામ સાથે લાડલી ભવનમાં નામાવલી છે.તો અહીં સૌ પ્રથમ શાળાની સ્થાપના તેમજ પ્રથમ વિદ્યાર્થીઓ આ ગામના પ્રથમ શિક્ષકો વગેરે નામાવલી ફોટા સહિત લાડલી ભવન મા જોવા મળે છે.લોકોને જેમ જેમ આજથી રફાળા ગામ વિશે જાણકારી મળશે તેમ તેમ રફાળા ગામ ગુજરાત તેમજ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks