સોને કી ચીડિયા : મુગલ કાળમાં ભારત અમેરિકા, યુ.કે., ચીન, જાપાનથી મોખરે હતું

(એજન્સી) હૈદરાબાદ,તા.ર૧
વર્ષ ૧પર૬માં ઈબ્રાહીમ ખાન લોદીને પાનીપત યુદ્ધમાં હરાવી બાબરે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ત્યારબાદથી ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો હતો. વર્ષ ૧૬૦૦ના આંકડાઓ મુજબ તે સમયે ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન (જી.ડી.પી.) વિશ્વમાં ચોથા સ્થાને હતું. નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ ગ્રોનિન્જેનનાં અભ્યાસો મુજબ મુઘલ કાળમાં ભારતીયો વિશ્વના ધનિકોમાના એક હતા. ૧૬મી સદીથી ૧૮મી સદી સુધી મુઘલ સામ્રાજ્ય હેઠળ ભારત વિશ્વનું ધનિક અને સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. ૧૭મી સદીમાં ભારતમાં આવેલા ફ્રેંચ પ્રવાસી કોઈસ બર્નીઅરે લખ્યું હતું કે, “વિશ્વના દરેક ખુણામાંથી સોનુ-ચાંદી હિંદુસ્તાનમાં આવે છે.” મુઘલોએ રોડ રસ્તા, નદી પરિવહન, દરિયાઈ માર્ગો, બંદરોના વિકાસ અને કર તેમજ જકાતોમાં ઘટાડા સાથે ભારતનો નોંધનીય વિકાસ કર્યો હતો. મુઘલોએ હિંદુસ્તાનને વિશ્વનું વ્યાપર કેન્દ્ર બનાવ્યું હતું. આ કારણોસર ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત આવવા આકર્ષાઈ હતી. મુઘલોએ દેશમાં ભારતીય ઈસ્લામિક શૈલીના ઘણા સ્થાપત્યો ઉભા કર્યા હતા. જે આજે ત્રણ ભારતના ગૌરવ તરીકે ઓળખાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks