સોનિયાએ નીતિશને ફોન કર્યા બાદ, JDUએ લાલુના પુત્ર તેજસ્વી અંગે કૂણું વલણ દાખવ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને ફોન કર્યો હતો જે પછી જેડીયુએ લાલુના પુત્ર તેજસ્વી પર કૂણું વલણ દાખવ્યું હતું. પહેલાં તો જેડીયુએ આરજેડીને તેજસ્વી યાદવ પર તેની સ્થિતિ સ્પષ્ટ કરવા ચાર દિવસનો સમય આપ્યો હતો. પરંતુ હવે જેડીયુએ હવે નમતું જોખ્યું છે. રાહુલ ગાંધીએ પણ નીતિશ કુમારને મંગળવારે સાંજે ફોન કર્યો હતો. અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો વિશે વાત કરી હતી. સૂત્રોએ કહ્યું કે રાહુલે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર સાથે વાત કરી હતી. સૂત્રોએ ઉમેર્યું કે નીતિશકુમાર આગામી થોડા દિવસોમાં ગાંધીને મળી શકે છે. બીજા એક રિપોર્ટ અનુસાર, જ્યારે રાહુલ ગાઁધી વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ પણ નીતિશ કુમારને ફોન કર્યો હતો. પરંતુ તે વખતે નીતિશકુમારની તબિયત સારી નહોતી. તેમની બન્નેની વચ્ચે ઘણા મુદ્દે વાતચીત થઈ હતી. આ દરમિયાન રાહુલે નીતિશને ઉપરાષ્ટ્રપતિ માટે ગોપાલકૃષ્ણ ગાંધીના નામનુ સૂચન કર્યું હતું. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી આવતે અઠવાડિયે વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવી રહ્યાં છે અને તેઓ નીતિશ કુમારને અલગ મળવાના છે. નીતિશ કુમારે એવી જાહેરાત કરી છે કે તેઓ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ટેકો આપશે. રાહુલ ગાંધીએ નીતિશને એવી જાણ કરી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે કે નીતિશ કુમારની અનુકૂળતા ખાતર આગામી અઠવાડિયે વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવવામાં આવશે.રાહુલ ગાંધીએ નીતિશ કુમાર સાથે ગઠબંધન કરવાની પણ તૈયારી કરી હોવાનું આંતરિક સૂત્રોએ હતું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એમ બન્નેએ અલગ અલગ રીતે નીતિશકુમારને ફોન કરીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા બદલ નીતિશનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધી બિહારની મડાગાંઠને ઉકેલવા આતુર છે અને આ માટે તેમણે નીતિશ સાથે મુલાકાત પણ ગોઠવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks