સોપોર હત્યાકાંડ : જ્યાં ૧૯૯૩ની ૬ જાન્યુ.એ જવાનોની અંધાધૂંધ ફાયરિંગમાં પ૭ નિર્દોષ નાગરિકોનાં મોત નિપજાવવામાં આવ્યા હતા

(એજન્સી) સોપોર, તા.૬
સોપોરના સૌથી ખરાબ હત્યાકાંડની શનિવારે વર્ષગાંઠ ઉજવવામાં આવી જ્યાં કાશ્મીરમાં સરહદી સુરક્ષાદળના જવાનો દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારમાં પ૭ નાગરિકોની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ઘટનાનું સ્મરણ કરતા સાક્ષીએ જણાવ્યું કે બીએસએફના જવાનો દ્વારા દુકાનો સળગાવતા લોકો સલામત સ્થળની શોધમાં અહીંતહી દોડતા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા.
સ્થાનિકના જણાવ્યાનુસાર બીએસએફના ૯૪ બટાલિયનના જવાનોએ બાબા યુસુફ ગલી નજીક મહિલા કોલેજના મુખ્ય વિસ્તારમાં હુમલો કર્યો હતો અને બીએસએફના જવાનાઓએ નિર્દોષ નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ત્યારબાદ બજારોને આગ લગાવી સળગાવી મૂકયા હતા.
સોપોર હત્યાકાંડ અને આગના સાક્ષી ગુલામરસુલ ગનીએ જણાવ્યું કે બીએસએફના જવાનોએ એસઆરટીસીની પ્રવાસી બસને રોકી અને ગોળીબાર કર્યો હતો જેમાં ર૦ પેસેન્જરના મોત નિપજ્યા હતા. ત્યારબાદ જવાનોએ બજારને નિશાન બનાવી હતી. જવાનોએ બિલ્ડીંગ પર ગન પાવડરનો છંટકાવ કરી ગોળીબાર કર્યો હતો. જેમાં ૪૦૦ દુકાનો અને બિલ્ડીંગ સહિત શહેરના ૭પ રહેણાંક મકાનો સલ્ફોરા, શાહબાદ, મુસ્લિમ પીર, ક્રાલ્ટન્ગ અને આરામપોરા વિસ્તારમાં બળીને ખાખ થઈ ગયા હતા.
એમેેનેસ્ટી ઈન્ટરનેશનલ જેવા માનવાધિકાર સંગઠન દ્વારા સોપોર હત્યાકાંડને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને પીડિતોને ન્યાય આપવાની માંગ કરી હતી. ટાઈમ મેગેઝિનમાં પણ “બ્લડ ટાઈડ રાઈઝિંગ” હેડિંગ હેઠળ સોપોર હત્યાકાંડના સમાચાર છાપવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks