સાઉથ કોરિયન રાષ્ટ્રપતિ ૮મી જુલાઈથી ત્રણ દિવસના ભારત પ્રવાસે

સિઓલ, તા.૩
વડાપ્રધાન મોદીના આમંત્રણ પર સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જઈ ૮મી જુલાઈથી ત્રણ દિવસીય ભારત યાત્રા કરશે એમ તેમના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા સોમવારે જણાવવામાં આવ્યું હતું. જઈ ૮મીથી ૧૧મી જુલાઈ એમ ત્રણ દિવસીય ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન સાઉથ કોરિયન પ્રમુખ અને વડાપ્રધાન મોદી વચ્ચે એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્થિક સહકાર મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવા અંગે ચર્ચા-વિચારણાની અપેક્ષા છે.
પીએમ મોદીના આમંત્રણ પર પ્રથમવાર જ ભારત મુલાકાતે આવનાર જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત લેશે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ બ્લૂ હાઉસમાં જણાવ્યું હતું કે, ભારત માત્ર આર્થિક નીતિઓની સંંદર્ભમાં જ નહીં પરંતુ કોરિયા દ્વીપકલ્યમાં શાંતિ અને સમૃદ્ધિની યોજનાઓ સાથે સિઓલનું સહયોગી બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાએ વર્ષ ૧૯૭૩માં ભારત સાથે ઔપચારિક જોડાણ સ્થાપ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks