સ્પેચિયર હત્યાકાંડ મામલે ઈરાકની કોર્ટે ર૭ લોકોને મૃત્યુદંડની સજા આપી

(એજન્સી) તા.૯
ર૦૧૪માં નોર્થ સેન્ટ્રલ પ્રાંત સલાહુદ્દીન ખાતે આઇએસના આતંકીઓ દ્વારા કરવામાં આવેલા સ્પેચિયર હત્યાકાંડમાં સંડોવણી હોવાના આરોપ હેઠળ ઇરાકી કોર્ટે બે ડઝનથી વધુ આરોપીઓને મૃત્યુદંડની સજા આપી છે. ઇરાકી સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલની સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટે મંગળવારે ર૭ શંકાસ્પદોને આતંકવાદી સંગઠન આઇએસના આતંકીઓને ઘૃણાસ્પદ સ્પેચિયર હત્યાકાંડમાં મદદ કરવા બદલ મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ માહિતી અરેબિક લેંગ્વેજ અલ સુમરિયા ટેલિવિઝન ન્યૂઝ એજન્સીને કાઉન્સિલના પ્રવક્તા અબ્દુલ સત્તાર બૈરાકદારે આપી હતી. તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે આ કેસમાં રપ જેટલા આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે આ ચુકાદાને અપીલ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે ૧ર જૂન ર૦૧૪ના રોજ આઈએસના આતંકીઓએ ૧૭૦૦ જેટલા ઇરાકી એરફોર્સના કેડેટનું અપહરણ કરી લીધું હતું. આ ઘટના કેમ્પ સ્પેચિયર ખાતે બની હતી. આ વિસ્તાર પૂર્વ ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈનનું હોમટાઉન કહેવાતું હતું. કહેવાય છે કે જ્યારે આઈએસના આતંકીઓએ સ્પેચિયર ખાતે હુમલો કર્યો હતો ત્યારે ત્યાં લગભગ ૪૦૦૦ જેટલા બિનહથિયારધારી કેડર હાજર હતા. આતંકીઓ આ લોકોનું અપહરણ કરી પ્રેસિડેન્શિયલ પેલેસ લઇ ગયા હતા અને તેમાંથી ઘણાં લોકોને મોતને ઘાટ ઉતારી તેમના મૃતદેહો નદીમાં ફેંકી દીધા હતા. જોકે આ હત્યાકાંડની આઇએસના આતંકીઓ દ્વારા વીડિયો અને ફિલ્મો પણ બનાવાઇ હતી અને તેને સોશિયલ મીડિયા સાઇટ્‌સો પર વહેતી કરી વાઇરલ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે માર્ચ ર૦૧પમાં તિકરિત શહેરને આઇએસના આતંકીઓના કબજામાંથી મુક્ત કરાવી લેવાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks