સ્પેલિંગમાં ભૂલ હોય તો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક ન થતાં ટેક્ષધારકો પરેશાન

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
કેન્દ્ર સરકારે જ્યારથી જીએસટીનો અમલ શરૂ કર્યો ત્યારથી વેપારીઓનો અસમંજસમાં છે જ પરંતુ ઈન્કમટેક્ષ રિટર્ન ભરનારા નોકરિયાતોના માથે નવી આફત આવી છે. પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવાનું ફરજિયાત બનાવ્યા બાદ સ્પેલિંગની ભૂલોને લીધે આધારકાર્ડ લીંક થતું ન હોવાથી હવે પાનકાર્ડ કે આધારકાર્ડમાં સ્પેલિંગ સુધારવા ભાગદોડ કરવી પડે છે.
દાણીલીમડામાં રહેતા એક પેન્શનર્સ પર તેમના ટેક્ષ કન્સલ્ટન્ટનો ફોન આવ્યો કે તમારો આધારકાર્ડ મને વોટ્‌સએપ પર મોકલાવો જેથી પાનકાર્ડ સાથે લીંક કરી શકાય. આ વૃદ્ધ પેન્શનર્સના પુત્રએ મોબાઈલ ફોનથી આધારકાર્ડનો ફોટો પાડી મોકલાવી દીધો ત્યારે થોડા કલાકો બાદ ટેક્ષ કન્સલ્ટન્ટનો ફરી ફોન આવ્યો કે તમારા આધારકાર્ડમાં નામનો સ્પેલિંગ ખોટો હોવાથી અને તે પાનકાર્ડના સ્પેલિંગ સાથે મેચ થતો ન હોવાથી સુધારેલું આધારકાર્ડ પુનઃ બનાવી મને મોકલી આપજો. આ સાંભળી પેન્સનર્સના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેમણે બળાપો કાઢતાં જણાવ્યું કે હું નિવૃત્ત થયો ત્યારથી નોકરીમાં હતો તેના કરતાં પણ વધુ હાડમારી વધી ગઈ છે. એકવાર બેંકમાં ગેસ એજન્સીને આપો, આધારકાર્ડ આપો, પોસ્ટમાં આપો, પેન્શનર ઓફિસમાં આપો, ઈન્કમટેક્ષમાં આપો તે આપી નવરા થયા તો નોટબંધી બાદ પુનઃ આધારકાર્ડ આપવા ધક્કા ખાવા પડ્યા છે. હવે આધારકાર્ડના સ્પેલિંગમાં ભૂલ આવતા સુધારો કરવા ધક્કા ખાવા પડશે. અત્રે નોંધનીય છે કે શરૂઆતમાં જે લોકોએ આધારકાર્ડ બનાવ્યા હતા તેઓએ જો ગુજરાતીમાં ફોર્મ ભર્યું હોય તો કોમ્પ્યુટરમાં ગુજરાતી નામને અંગ્રેજીમાં કન્વર્ટ કરો એટલે સ્પેલિંગમાં ભૂલ આવે છે. દાખલા તરીકે મોહમ્મદનો સ્પેલિંગ અંગ્રેજીમાં ર્દ્બરટ્ઠદ્બદ્બટ્ઠઙ્ઘ થાય તો આધારકાર્ડમાં ર્દ્બરટ્ઠદ્બટ્ઠઙ્ઘ કે ર્દ્બરદ્બદ્બટ્ઠઙ્ઘ આવે છે. આમ સ્પેલિંગની ભૂલને લીધે હવે લોકોને હાડમારી ભોગવવી પડશે. આ તો એક જ દાખલો છે. ટેક્ષ કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ ૯૦ ટકા કિસ્સામાં ટેક્ષધારકોના પાનકાર્ડ અને આધારકાર્ડમાં સ્પેલિંગ ભૂલ હોવાથી લીંક થતા નથી. આથી અમારી હાડમારી વધી ગઈ છે. સરકારે તેનો યોગ્ય નિવેડો લાવવો જોઈએ નહીં તો ભારે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks