Ahmedabad

રાજ્યભરમાં ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

(સંવાદદાતા દ્વારા)                                                અમદાવાદ, તા.૧પ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજથી ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યના ૧૭.પ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓએ શાંતચિતે પરીક્ષા આપી હતી. Last 4 15-3-2017પ્રથમ દિવસે ધો.૧૦નું ગુજરાતીનું, ધો.૧ર સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્ત્વોનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા. જો કે ધો.૧રમાં નામાનું પેપર વોટ્‌સએપ પર ફૂટી ગયાની અફવા ફેલાતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. જો કે પાછળથી શિક્ષણમંત્રીએ આ વાત બોગસ હોવાનું જાહેર કર્યું હતું.  પરીક્ષાઓમાં ગેરરીતિના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ગેરરીતિનો કિસ્સો નોંધાય તો તાત્કાલિક તેનો વીડિયો ફૂટેજ મળી રહે તે હેતુથી ૬૦,રર૯ વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. પરંતુ કોઈ સંજોગોમાં સીસીટીવીની વ્યવસ્થા ન હોય અથવા પ્રાથમિક શાળાનો ઉપયોગ કર્યો હોય તેવી ર૦૬ શાળાઓના ૧પ૦૭ જેટલા વર્ગખંડોમાં ટેબલેટ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સના માધ્યમથી ગાંધીનગર ખાતે લાઈવ મોનિટરીંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે વર્ષ ર૦૧૪થી આ પ્રકારની અદ્યતન ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધો.૧૦ અને ૧રની પરીક્ષાઓમાં ગેરરીતિ ડામવામાં અગાઉના વર્ષોની તુલનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સેક્ટર-૧પ ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ સેન્ટરની મુલાકાત લઈને ૧પ૦૭ જેટલા વર્ગખંડોમાં ટેબલેટ દ્વારા લાઈવ મોનિટરીંગની પ્રક્રિયાને નિહાળી હતી. આજે સવારે ધો.૧૦ ગુજરાતીનું પેપર હતું જે એકંદરે સરળ નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા જ્યારે ધો.૧ર નામાના મૂળ તત્ત્વોનું પેપર પણ વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું. જે પણ પ્રમાણમાં સામાન્ય રહ્યું હતું. છતાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે પેપર સરળ હતું. આ વર્ષે ધો.૧૦માં ૧૧૦ર૬રપ વિદ્યાર્થીઓ, ધો.૧ર સામાન્ય પ્રવાહમાં પ૧૪૯૬પ તથા ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૪૧પ૦૩ વિદ્યાર્થીઓ તથા સેમેસ્ટર-રના વિજ્ઞાન પ્રવાહના ૧૩ર મળી ૧૭પ૯રરપ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો.૧૦માં ૧૪૩ તથા ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૩પ મળી કુલ ૧૭૮ કેદીઓએ પણ પરીક્ષા આપી હતી.

 

Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *