International

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના આધારસ્તંભ પર ચઢનારી મહિલાએ ટ્રમ્પ વિરોધી સાપ્તાહિક પ્રદર્શનોમાં લીધો હતો ભાગ

(એજન્સી) ન્યૂયોર્ક, તા.૯
બુધવારે યુએસ શરણાર્થી કાયદાનો વિરોધ કરતી એક મહિલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના આધારસ્તંભ પર ચઢી ગઈ હતી, તેણી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધના સાપ્તાહિક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગોની એક શરણાર્થી પેટ્રીસિયા ઓકૌમૌ જ્યારથી ગ્રુપ રાઈઝ એન્ડ રેસિસ્ટ, જય વાલ્કરમાં જોડાઈ હતી ત્યારથી તે અઠવાડિયામાં એક વખત ટ્રમ્પ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી હતી. આ મહિલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ચઢી ગઈ હતી. આ મહિલાને જ્યારે કહેવામાં આવ્યું કે, તેણી નીચે ઉતરી જાય ત્યારે તેણીએ સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો. તેણીની લગભગ સાડા ત્રણ કલાક સુધી ત્યાં બેસેલી રહી. ન્યૂયોર્ક પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, મહિલાએ ત્યાં સુધી નીચે ઉતરવાની ના પાડી કે જ્યાં સુધી દરેક બાળકોને અટકાયત કેન્દ્રમાંથી મુક્ત કરી દેવામાં ના આવે. આખરે આ ૪૪ વર્ષીય મહિલાને ન્યૂયોર્ક પોલીસ વિભાગના ૧૬ અધિકારીઓની મહા મહેનતે નીચે ઉતારવામાં આવી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટ્રમ્પની શરણાર્થી નીતિની વિરૂદ્ધ રેલી યોજવા માટે લગભગ ૬૦૦ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, થોડા સમય બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.