Gujarat

ધો.૧૦ની વિદ્યાર્ર્થિનીએ ઘરના બાથરૂમમાં કેરોસીન છાંટી આત્મહત્યા કરતાં ચકચાર

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
શહેરના રૂસ્તમપુરાના ડેલા મહોલ્લા ખાતે આવેલી પાર્ક એવેન્યુ એપાર્ટમેન્ટમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થિની ઘરના બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર સળગી જતા ચકચાર મચી જવા પામી છે.
ફાયર વિભાગ પ્રાપ્ત માહિતી અનુસાર રૂસ્તમપુરાના ડેલા મહોલ્લાના પાર્ક એવન્યુ એપાર્ટમેન્ટના ફલેટ નં.૧માં આગ લાગી હોવાનો મેસેજ સવારે ૫.૪૫એ મળ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર જગદીશ પટેલ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે દરવાજા અંદરથી બંધ હોવાથી તેને તોડી પાડતા અંદર કાપડની ચિન્ધીઓ અને ટેબલ પર આગના નિશાનો દેખાયા હતા.તપાસ કરતા ઘરના બાથરૂમમાં઼ યુવતી સંપૂર્ણ સળગી ગઈ હતી.આ બનાવ અંગે સલાબતપુરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. પરિવારના સભ્યો શનિવારે બજારમાં કાપડની ચિન્ધી વેચવાનું કામ કરતા હોવાથી રાબેતા મુજબ આજે વહેલી સવારે ચિન્ધીનો માલ લઇ શનિવારી બજારમાં વેચવા માટે ગયા હતા. દુર્ગા વિસર્જન માટે આજે શનિવારી બજાર બંધ હોવાથી સવારે ૫.૩૦ વાગ્યાના સુમારે પરિવારજનો ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘરમાંથી ધુમાડો નિકળતો દેખાયો હતો. દરવાજા તોડીને જાતા અંદર જતા યુવતી જે ઘરમાં એકલી હતી. તેણીએ કેરોસીન છાંટી આત્મહત્યા કરી હતી. દસમાં ધોરણમાં ભણતી યુવતી સનાબી ફારૂખ સૈયદે ઉ.વ. ૧૬એ શા માટે આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે. પોલીસ ઘર તેમજ બાથરૂમમાં આગથી થયેલ નુકસાનની તપાસ કરી છે. આ અંગે સલાબતપુરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.