સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે યોગી આદિત્યનાથના પ્રચાર પ્રવાસે ભાજપની બેચેની છતી કરીઃ રાજ બબ્બર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
શું તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના પુનઃ રોદ્ધારની આશાની તક લાગે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નિશ્ચિતપણે કોંગ્રેસની જીત થશે. કોંગ્રેસને સારું પરિણામ મળશે તેની તમને આશા છે. હા,કોંગ્રેસના નવા કાર્યકરો એક મળીને લડી રહ્યાં છે, નિસંદેહપણ અમને સારૂ પરિણામ મળશે.ભૂતકાળની ચૂંટણીમાં અમે ખરાબ પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વખતે અમારી પાસે સારી તકો છે. આશા-અપેક્ષાના બે કારણો છે. પહેલાં તો લોકોને બે વાર માઠી અસર પહોંચી છે, પહેલાં તો નોટબંધી અને ત્યાર બાદ જીએસટી બીજી વાત એ છે કે પીએમ મોદીના સાડા ત્રણ વર્ષ અને યોગી આદિત્યનાથના આઠ મહિનાના રાજમાં કંઈ વળ્યું નથી. શા માટે લોકોએ બસપા-સપાની જગ્યાએ કોંગ્રેસને મજબૂત બનાવવી જોઈએ, આ કોઈ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ નથી. જો કોંગ્રેસને મેયરનું પદ મળે તો તેનાથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું પતન થવાનું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટીની રણનીતિ શું છે. અમે લોકોને કહી રહ્યા છીએ કે ભૂતકાળમાં પણ કોંગ્રેસે સારું શાસન આપ્યું હતું અને આ વખતે પણ જો કોંગ્રેસને સત્તા મળશે તો તે સારું શાસન આપશે. અમારા કાર્યકરો અને ઉમેદવારો દ્વારા વીજળી,પાણી સડકનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તમે યોગી આદિત્યનાથ સરકારનું કેવી રીતે મૂલ્યાંકન કરો છો, આ ચૂંટણીઓમાં યોગી સરકાર ભાજપને સૌથી મોટું નુકસાન પહોંચાડશે. ગામડાના લોકોને લોન માફીનું વચન આપીને મૂર્ખ બનાવવામાં આવ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks