(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
કેન્દ્ર સરદાર દ્વારા તૈયાર કરાયેલા એનએમસી બિલ અંગે દેશભરના આ વિરોધને આઇએમએ ગુજરાત બ્રાન્ચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જેના પગલે વડોદરાની ૨૦૦૦ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલો તેમજ ૫૦૦ ઉપરાંત લેબોરેટરીઓ આજે સવારે ૬ થી સાંજના ૬ સુધી ૧૨ કલાક બંધ રહી. જોકે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઇમજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી હતી. એનએમસી બિલ અંગે દેશભરના તબીબોએ વિરોધ નોંધાવ્યો હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એનએમસી બિલ અમલમાં આવતાં જ તેની કમિટીમાં ૨૫ સભ્યો હશે તેમાં પણ ૫ ડોકટરોનો સમાવેશ કરાશે. હાલ મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં દરેક રાજ્યના અને રાજ્યની દરેક યુનિ.માંથી એક સભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલમાં રાજ્ય અને યુનિ.નું પ્રતિનિધિત્વ કરે છે. તબીબોએ કરેલી હડતાળના કારણે કેટલાંય દર્દીઓને દવાખાનેથી પાછા ફરવું પડ્યું હતું. પરંતુ સરકારી સહિત તમામ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઇર્મરજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી હતી. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા આઇએમએ હાઉસ સલાટવાડા મિટીંગ કરવામાં આવી હતી. હતી. આ મિટીંગ આગામી રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.