Ahmedabad

ધો.૧૦-૧રના વિદ્યાર્થીઓને તક : મુખ્યમંત્રી સ્વાવલંબન સહાયની મુદ્દત વધારાઈ

અમદાવાદ, તા.૧૦
ગુજરાત સરકાર બોર્ડ ધો.૧૦-૧ર પછી ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરીથી માંડી મેડિકલ-ડેન્ટલ અને યુજી-પીજીના કોર્સીસમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા માટે ૨૦૧૫-૧૬માં શરૂ કરાયેલી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની મુદતમાં વધારો કર્યો છે. આમાં અરજી ન કરી શકનારા વિદ્યાર્થીઓ ૩૧મી જાન્યુ.સુધી અરજી કરી શકશે. મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ૧૬૨ કરોડ રૂપિયા સુધીની સહાય અપાઈ ચુકી છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત પહેલા ૫૦ ટકા સુધીની ફીમાં સહાય માટે ૯૦ પર્સેન્ટાલ અને ૪ લાખ સુધીની આવક મર્યાદા સુધીના માપદંડ હતા. જેમાંથી સુધારો કરીને સરકારે ૮૦ પર્સેન્ટાઈલ કર્યા છે અને આવકમર્યાદા વધારી ૬ લાખ કરી છે. આ યોજના ૨૦૧૫-૧૬માં શરૂ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ-વાલીઓને ખબર ન હોવાથી અરજી કરી ન હતી, તેઓને બીજા વર્ષ અને ત્યારબાદ ૨૦૧૬-૧૭ વર્ષમાં રહી ગયેલા વિદ્યાર્થીઓને ૨૦૧૭-૧૮માં અરજી કરવાની તક અપાઈ હતી. પરંતુ આ યોજના લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીના એક પણ વર્ષમાં અરજી ન કરી હોય કે અરજી કરી હોય અને અરજી નામંજૂર થઈ હોય તેવા કોઈ પણ કોર્સના વિદ્યાર્થીઓને અરજી કરવા માટે ફરી તક આપવામાં આવી છે. ૨૦૧૭-૧૮માં એટલે કે ગત વર્ષે અરજીન કરી હોઈ પરંતુ અગાઉ કોઈ એક વર્ષમા અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફેબુ્રઆરીમાં ઓનલાઈન અરજી લિંક ખોલવામા આવશે.ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯મા નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે અરજીની નિયત મુદ્દત અગાઉ ૩૦ નવેમ્બર હતી જેમાં બે વાર મુદ્દત વધારીને ૩૧મી જાન્યુઆરી સુધી કરાઈ છે.