National

પેટ્રોલની કિંમત એટલી પણ ન વધવી જોઈએ કે લોકો બળવા પર ઉતરી આવે : સુબ્રમણ્યમ સ્વામી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પેટ્રોલિયમ પદાર્થોની બેફામ કિંમતોને લઈને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની તીવ્ર આલોચના થઈ રહી છે. વિપક્ષોએ ભાજપને આ જ મુદ્દે ઘેરી લીધી છે અને કોંગ્રેસે ભારત બંધની ઘોષણા કરી છે. આવા સંજોગોમાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને ટકોર કરતા કહ્યું છે કે, પેટ્રોલની કિંમતમાં સ્થિરતા લાવવી જોઈએ. એમણે કહ્યું કે કાચા તેલના ભાવો વધતા ઈંધણની કિંમતોમાં વધારો કરવામાં આવે છે. આ પ્રકારની સૂક્ષ્મ અર્થવ્યવસ્થાની તેઓ તરફેણ કરતા નથી. સ્વામીએ આગળ ઉમેર્યું કે, પેટ્રોલનો ભાવ ૪૦ રૂપિયા હોવો જોઈએ. એમણે વડાપ્રધાન મોદીને પેટ્રોલિયમ મંત્રીને અર્થવ્યવસ્થાના ભાગરૂપ વિચારવા માટે કહેવા ટકોર કરી છે. સ્વામીએ કહ્યું કે, પેટ્રોલની કિંમત એટલી બધી વધવી જોઈએ નહીં. જેથી લોકો વિદ્રોહ પર ઉતરી આવે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.