જીવવા કરતાં મરવું સારૂં તેવું માની ખરજવાના રોગથી પીડાતી મહિલાએ માતા-પિતાની હત્યા કરી ; પછી આત્મહત્યા કરી

(એજન્સી) હોંગકોંગ, તા.ર૧
ખરજવાના ચામડીના ચેપી રોગથી પીડાતી એક યુવતીએ જીવનથી કંટાળી જઈ તેના માતા-પિતાની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાની નોટમાં તેણી ખરજવાની બીમારીથી પીડાને અસહ્ય બતાવી તે માટે માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા હતા. જે બીમારી માટે માતા-પિતા જવાબદાર છે. પેન્ગ અન્ગ યુ નામની યુવતી ખરજવાથી પીડાતી હતી. તેણીને લાગ્યું કે જીવવા કરતાં હવે મરવું સારૂં. ર૩ વર્ષની યુવતીએ હોંગકોંગમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં તેના માતા-પિતાની છરાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી. આ માટે તેણીએ માતા-પિતાને દોષિત બતાવ્યા. પોલીસે કહ્યું કે યુવતી ચામડીના રોગથી પરેશાન હોવી જોઈએ જેના કારણે તેણીએ અંતિમ પગલું ભર્યું હશે. આસિસ્ટંટ કમાન્ડર યાન ફોંગવાઈએ કહ્યું કે તેણીએ સ્યુસાઈડ નોટમાં પોતાના રોગની પીડા વર્ણવી હતી. ઘટના સ્થળેથી લોહીના ડાઘવાળી છરી મળી આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks