National

ભારતનું પ્રથમ સુફી રિસર્ચ સેન્ટર પટના ખાતે શરૂ થશે

(એજન્સી) પટના,તા.૯
બધા ધર્મોના સુફીઓ અને સંતોના ઉપદેશો અને સંદેશાઓ પર શોધ અને તુલનાત્મક અધ્યયન માટે મીતનઘાટ સ્થિત ખાનકાહ મુનએમિયામાં દેશનું પ્રથમ સુફી રિસર્ચ સેન્ટર તૈયાર થઈ ચૂકયુ છે. સંસ્થાનમાં સુફીઝમ પર અનુસ્નાતક અને પીએચડી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. બિહાર રાજયની રાજધાની પટનામાં ખાનકાહના દક્ષિણી ભાગમાં તૈયાર સુફી રિસર્ચ સેન્ટરને સફેદ માર્બલ તથા લીલા ગ્રેનાઈટ પથ્થર વડે બનાવવામાં આવ્યો છે. મેહરાબ અને વિવિધ કલાકૃતિઓ દેશના વિવિધ ભાગો તથા બીજા દેશોથી આવેલા લોકોને આર્કષિત કરી રહી છે. રિસર્ચ સેન્ટર ખાતે અલગ અલગ ધર્મ જેવા કે ખ્રિસ્તી, યહુદી, શીખ, બૌદ્ધ, જૈન, ઈસ્લામ અને સ્નાતક ધર્મ પર તમે પીએચડી કરી શકશોે.
ખાનકાહ મુનએમિયા મીતઘાટના ડો. સૈયદ શાહ પ્રો. શમીમુદ્દીન અહમદ મુનએમી સજજાદાનર્શીએ જણાવ્યું કે, આ સેન્ટર દેશનું પ્રથમ અને અનોખુ હશે. પ્રેમ અને માનવતાનું શિક્ષણ આપવુ અને તેનો પ્રચાર-પ્રસાર કરવું જ સુફીઓના જીવનનો ઉદ્દેશ્ય રહ્યો છે. આ સંદેશ તથા ઉપદેશને જનતા સુધી પહોંચાડવા સેન્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બિહારમાં શેખ શરફુદ્દીન યહિયા મનેરીની બિહાર શરીફ, શાહ મખદુમ શાહ દૌલતની મનેરશરીફ, બીબી કમાલની કાકો, ખાનકહા, મુનએમિયા, ખાનકાહ ઈમાદિયા સહિત અન્ય ખાનકાહ છે. અહિયાથી સુફીઓની શિક્ષા લોકો સુધી પહોંચાડવામાં આવશે. આનાથી દેશની એકતા તથા અખંડિતા વધુ ગાઢ બનશે. ખાનકાહનો અર્થ એ થાય છે કે એક આધ્યામિક એકાંત વાળી અને મેળાયની જગ્યા જગ્યા જેમાં ઉર્દૂ, પરર્સિન અને અરેબિકમાં લખેલો પુસ્તકો રાખેલા હોય. અલગ જગ્યાઓથી આવેલા વિદ્યાર્થીઓને અહીયા ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન માટે અલગ-અલગ વિષયોની પસંદગી આપવામાં આવે છે અને તેઓ ખાનકાહમાં જ રહીને અહીંયા તેમનો અભ્યાસ પુરો કરી શકે છે. અહીંયા તેઓને શિક્ષકો અભ્યાસ કરવામાં મદદ કરે છે. જો વિદ્યાર્થીઓ અહીંયા સુફીઝમનો કોઈ પણ કોર્ષ કરે તો તેઓને વકફ પ્રોપર્ટી જેવા અન્ય સુફી મઝારો સાથે જોડાયેલી નોકરીઓ મળી શકે છે. સાથે તેઓને સુફીઓની ગાઈડલાઈન પણ મળી શકે છે.