પત્રકાર શુજાત બુખારીના હત્યારાઓ ઓળખાયા, જેમાં એક પાકિસ્તાની છે

(એજન્સી) શ્રીનગર, તા.ર૭
શ્રીનગરમાં રાઈઝીંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યામાં સંડોવાયેલ ૩ હત્યારાઓની પોલીસે ઓળખ કરી લીધી છે. જેમાંના બે સ્થાનિક છે જ્યારે ત્રીજો પાકિસ્તાની છે. પોલીસને આ કેસમાં આજે મોટી સફળતા મળી હતી. તપાસ કરનાર પોલીસ અધિકારીએ કહ્યું કે સુજાત બુખારીની હત્યામાં નાવેદ જાટ નામનો પાકિસ્તાની શખ્સ સંડોવાયેલ છે. જે શ્રીનગરમાં અગાઉ હોસ્પિટલમાંથી ભાગી છૂટયો હતો જે લશ્કરે તૈયબા સાથે જોડાયેલ છે. બુખારી સાથે અભિયાન ચલાવનાર પાકિસ્તાન સ્થિત બ્લોગરની પણ ઓળખ થઈ છે. જે મૂળ શ્રીનગરનો આતંકવાદી છે અને પાકિસ્તાનમાં રહે છે. બુખારી પર થયેલા હુમલામાં તેમના બે અંગ રક્ષકો પણ શહીદ થયા હતા. ઘટનાસ્થળે પિસ્તોલની ચોરી કરનાર ઝુબેર કાદરી ડ્રગનો વ્યસની હતો. જેની હત્યામાં કોઈ ભૂમિકા નથી. પોલીસે હત્યા માટે લશ્કરે તૈયબા પર આરોપ મૂકયો છે. લશ્કરે તેનો હાથ હોવાનો ઈન્કાર કરી ભારતીય એજન્સીઓ દ્વારા હત્યા કરાઈ હોવાનું જણાવ્યું હતું. બે બીજા હત્યારા દક્ષિણ કાશ્મીરના છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks