(એજન્સી) બાગપત, તા.૧૦
પૂર્વચાલના ડોન મુન્ના બજરંગીની હત્યા કર્યા હોવાની વાત પશ્ચિમી ઉત્તરપ્રદેશના કુખ્યાત સુનિલ રાઠીએ કબૂલી લીધી છે. તેણે જણાવ્યું કે, બંને હાય સિક્યુરિટી બેરકની બહાર પહેલા બેસીને વાત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન મુન્ના બજરંગીએ કહ્યું કે, તું મારી વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. ઝઘડો આ વાત પર શરૂ થઈ ગયો. સુનિલનો દાવો છે કે, પિસ્તોલ મુન્નાની પાસે હતી અને તેનાથી છીનવીને સુનિલે મુન્નાને દસ ગોળીઓ મારી હતી. મુન્ના અને સુનિલ મોટા અપરાધી છે. બંને પેહલા તિહાડ જેલમાં સાથે રહી ચૂક્યા છે. સુનિલ ઉત્તરાખંડમાં કેટલાંક લોકો પાસેથી બળજબરીપૂર્વક ખંડણી વસુલ કરતો હતો. સુનિલ જે લોકો પાસેથી હપ્તા લેતો હતો તે બધા મુન્નાના માણસો હતા. હત્યા બાદ સુનિલે પિસ્તોલની ગટરમાં ફેંકી દીધી જેને પોલીસે શોધી લીધી છે. સાથે એક ગોળી અને બે મેગેજીન અને દસ ખાલી ખોખા પણ ઘટના સ્થળ પરથી મળ્યા છે. સુનિલ રાઠી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સોમવારે સવારે મુન્ના બજરંગીની બાગપત જેલમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.