શુપલીઆન ગામની સરકારી શાળાના અભ્યાસમાં પક્ષપાત

(એજન્સી)     બડગામ, તા.પ

બડગામમાં ભારે બરફવર્ષામાં શાળાની નવી ઈમારત ધરાશાઈ થયા બાદ બાળકો પુનઃ અગાઉની ભંગાર શાળામાં એક રૂમમાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, જ્યાં પાણી, ટોઈલેટ કે અન્ય કોઈ સુવિધાઓ નથી. ધો.૧૧થી ૮ના બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે. જૂની શાળામાં ત્રણ વર્ગો છે જે તમામ રૂમો અસુરક્ષિત છે. તેથી જૂની શાળા બાળકો માટે સલામત નથી. ર૦૧૪થી નવી શાળાની ઈમારતમાં બાળકો ભણતાં હતા પરંતુ તે બરફવર્ષામાં તૂટી પડી હતી. શાળાના પ૪ વિદ્યાર્થીઓ ૧ રૂમમાં બેસી ભણે છે. જ્યાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી. તમામ બાળકોને એક જ બ્લેકબોર્ડ પર ભણાવાય છે. કેટલાક શિક્ષકો ખુલ્લા મેદાનમાં વર્ગ ચલાવે છે. આ વિસ્તારના બાળકો ગરીબ છે જે ગરમ કપડાં ખરીદી શકતા નથી. એક જ વર્ગમાં ૧થી ૮ ધોરણના બાળકોને કેવી રીતે ભણાવવા તેવો શિક્ષકો પ્રશ્ન કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts