રજનીકાંતની પત્ની લતાને છેતરપિંડી કેસમાં ટ્રાયલનો સામનો કરવો પડશે : સુપ્રીમકોર્ટ

નવી દિલ્હી,તા.૧૦
અભિનેતામાંથી નેતા બનેલ રજનીકાંતની પત્ની લતા રજનીકાંતને છેતરપિંડીના કેસમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. જાહેરાત કંપની એડ બ્યુરોને એ ૬.ર૦ કરોડ રૂપિયા ચૂકવવા નિષ્ફળ ગઈ છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે લતાની સામે તપાસ ચાલુ રખાશે અને એમની સામે ચાર્જશીટ દાખલ કરી કેસ ચલાવવામાં આવશે. વિવાદની શરૂઆત ર૦૧૪ના વર્ષમાં ફિલ્મ કોચાદાઈમાનથી થઈ હતી. ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. જે લોન મીડિયા વન ગ્લોબલ એન્ટરટેન્મેન્ટના નામે લેવાઈ હતી. જે કંપનીની ડાયરેકટર લતા રજનીકાંત હતી. લોન ચૂકવણીમાં નિષ્ફળ થતા લોન આપનારે લોનની વસૂલાત માટે કોર્ટમાં કેસ દાખલ કર્યું લતાની કંપનીને હજુ ૬.ર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. કર્ણાટક હાઈકોર્ટે લતા સામેની છેતરપિંડી કેસની કાર્યવાહી રદ કરવા આદેશ આપ્યો. હાઈકોર્ટે કહ્યું કે આ કેસ સિવિલ પ્રકારનો છે જેમાં કરાર ભંગ થયું છે કોઈ પ્રકારની છેતરપિંડી નથી થઈ સુપ્રીમકોર્ટે કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો રદ કરતા કહ્યુ કે હાઈકોર્ટે પ્રાથમિક તબકકે જ ફરિયાદ રદ નહી કરવી જોઈએ.
ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમકોર્ટે લતાને ત્રણ મહિનામાં રકમ ચૂકવવા આદેશ કર્યો હતો જેની ચૂકવણી માટે લતાએ બાંહેધરી પણ આપી હતી પણ એમ ચૂકવી ન હતી. જેનાથી સુપ્રીમકોર્ટે નારાજ થઈને કહ્યું જો તમે રકમની ચૂકવણી નહી કરો તો ટ્રાયલનો સામનો કરોે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks