National

રાફેલ સોદામાં પશ્ચાદવર્તી અસરથી ઓફસેટ ગાઇડલાઇન્સ સુધારવાની શું જરૂર હતી ?ઃ સુપ્રીમકોર્ટે સરકારને પૂછ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
સુપ્રીમકોર્ટે ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ ફાઇટર જેટની ખરીદીની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી કરતી રજૂ કરવામાં આવેલી ઘણી અરજીઓ અંગે બુધવારે ઉગ્ર સુનાવણી બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સરકારે સોદો તપાસવા માટે ભારતીય હવાઇદળની સક્ષમતા સામે પ્રશ્ન કર્યા બાદ બેંચને મદદ કરવા માટે ભારતીય હવાઇ દળ (આઇએએફ)ના અધિકારીઓની એક ટીમ આવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિઓ એસકે કૌૈલ તેમજ કે એમ જોસેફની બનેલી ત્રણ જજીસની બેંચે જણાવ્યું કે આ તબક્કાએ અરજદારો સાથે ફાઇટર જેટની કિંમતની વિગતો શેર કરવાની કોઇ જરૂર નથી. બેંચે મોટાભાગે નિર્ણય લેવાની પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટ માટે ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે ૩૬ રાફેલ જેટના મુખ્ય કોન્ટ્રાક્ટને ઓફસેટ કોન્ટ્રાક્ટ અને વિક્રેતા, દસોલ્ટ એવિએશનથી અલગ કરી શકાય નહીં. મુખ્ય કોન્ટ્રાક્ટના ત્રણ મહિનામાં ઓફસેટ પાર્ટનરની બધી વિગતો આપવાની જરૂર છે. બેંચે એવું પણ અવલોકન કર્યું કે જો ઓફસેટ કોન્ટ્રાક્ટ વિલંબથી અમલી બનાવવામાં આવશે તો, એ બાબત દેશના હિતમાં હોઇ શકે નહીં કારણ કે કોન્ટ્રાક્ટના અમલમાં વિલંબને કારણે ઓફસેટ પાર્ટનર દ્વારા ઉત્પાદનમાં પણ વિલંબ થશે. ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેવી રીતે સોદાની જાહેરાત કરવામાં આવી, તેના પર પણ કોર્ટે ધ્યાન આપ્યું હતું. જસ્ટિસ કે. એમ જોસેફે એટર્ની જનરલને એવું પણ પૂછ્યું કે અરજદાર પ્રશાંત ભૂષણ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા મુજબ કાયદા મંત્રાલય દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં ૨૦૧૫માં પશ્ચાદવર્તી અસરથી ઓફસેટ ગાઇડલાઇન્સ સુધારવાની શું જરૂર હતી. દસોલ્ટ દ્વારા ઓફસેટ પાર્ટનરની કરવામાં આવેલી પસંદગીમાં સરકારની કોઇ ભૂમિકા નહીં હોવાના સરકારના વલણનો ઉલ્લેખ કરીને જસ્ટિસ જોસેફે એવું પણ પૂછ્યું કે કરાર કે સમજૂતીની શરતો મુજબ જો મેન્યુફેક્ચરર (ઉત્પાદન કરનાર) ઉત્પાદન કરવામાં નિષ્ફળ નીવડશે તો દેશના હિતની કેવી રીતે સુરક્ષા કરાશે. દસોલ્ટે ઓફસેટ પાર્ટનરની વિગતો સરકારને હજીપણ આપવાની બાકી હોવાનું સરકારે જણાવ્યું છે.

રાફેલ વળાંક : ફ્રાન્સે ભારતને સાર્વભૌમ ગેરંટી આપવાનો ઈન્કાર કેમ કર્યો ??

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
વડાપ્રધાન મોદી રાફેલ સોદા બાબત સતત કહી રહ્યા છે કે આ સોદો બે દેશો ફ્રાન્સ અને ભારત વચ્ચે થયેલ છે જેના લીધે ભારતના હિતો સાથે કોઈપણ પ્રકારનો સમાધાન કરવાની શક્યતા નથી. જો કે સરકારના દસ્તાવેજોથી માહિતી મળી રહી છે કે આ સોદો ફ્રાન્સ અને ભારત વચ્ચે સીધું થયું નથી પણ દસોલ્ટ એવિએશન એમની વચ્ચે છે. ભારત સરકાર ઈચ્છતી હતી કે, આ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચે સીધેસીધું થાય જેથી સંપૂર્ણ જવાબદારી ફ્રાન્સની રહે પણ ફ્રાન્સને આ વાત મંજૂર ન હતી. જો કોઈ સોદા અંગે ભવિષ્યમાં વિવાદ થાય તો ફ્રાન્સ સીધું જવાબદાર રહે પણ ફ્રાન્સે આ જવાબદારી દસોલ્ટ ઉપર નાંખી દીધી. પણ ભારતનું કાયદા મંત્રાલય કરારમાં એક ક્લોઝ ઉમેદવારમાં સફળ રહ્યું જે મુજબ ફ્રાન્સની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી રહેશે અર્થાત દસોલ્ટ સાથે ફ્રાન્સ સરકાર પણ જવાબદાર રહેશે. પણ ફ્રાન્સ કોઈ પણ ભોગે સાર્વભૌમ ગેરંટી આપવા તૈયાર ન હતું જેના લીધે આ પ્રકારની જોગવાઈ છતાં એમણે છટકબારી શોધીને લખાવ્યું કે એ સગવડનું કરાર કરી આપશે જે સાર્વભૌમ ગેરંટી કરતા ખૂબ જ નબળું છે. ભારતે ઘણા જ પ્રયાસો કર્યા કે ફ્રાન્સ સીધી રીતે કરારમાં જોડાય પણ ફ્રાન્સે આ બાબત મચક નહીં આપી અને દસોલ્ટને આગળ ધરી પોતે પાછળ જ રહ્યું. છેવટે કેબિનેટ કમિટીમાં ચર્ચાઓ થઈ અને એ પછી ફ્રાન્સ સરકારની વાતને જ મંજૂરી આપવામાં આવી. કેબિનેટની મીટિંગ ર૪મી ઓગસ્ટ ર૦૧૬ના રોજ મળી હતી અને ફ્રાન્સ સાથે ર૩મી સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ કરાર કરવામાં આવ્યું હતું.

રાફેલ કેસમાં કેન્દ્રે સુપ્રીમકોર્ટને કહ્યું : કિંમતની વિગતો
જાહેર કરવાથી દુશ્મનોને લાભ થઇ શકે છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
સુપ્રીમકોર્ટમાં ૩૬ રાફેલ ફાઇટર જેટની કિંમતો સાથે સંબંધિત ગુપ્ત કલમનો બુધવારે કેન્દ્રે બચાવ કર્યો હતો અને જણાવ્યું કે સરકાર રાફેલ સોદાની વિગતો જાહેર કરી શકે નહીં. કેન્દ્રે એવું પણ કહ્યું કે જો રાફેલ ફાઇટર જેટની કિંમતો અંગેની બધી વિગતો જાહેર કરી દેવામાં આવશે તો તેનાથી વિરોધીઓને લાભ થઇ શકે છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે આ બાબતો નિષ્ણાતોએ હાથ ધરવાની જરૂર છે. અમે કહી રહ્યા છીએ કે રાફેટ જેટની સંપૂર્ણ પડતર વિશે સંસદને પણ કહેવામાં આવ્યું નથી. કરારમાંની ગુપ્ત કલમ કે જોગવાઇનો બચાવ કરતા વેણુગોપાલે જણાવ્યું કે જો વિમાનની કિંમતો અંગેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે તો અમારા વિરોધીઓ કે દુશ્મનોને તેનાથી લાભ થઇ શકે છે. ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ જેટની ખરીદીની કોર્ટના દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગણી કરતી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન વેણુગોપાલે એવું પણ કહ્યું કે રાફેલ જેટની કિંમતના મુદ્દા અંગે તેઓ કોર્ટને વધુ મદદ કરી શકશે નહીં.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  NationalPolitics

  કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

  કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.