અનુચ્છેદ ૩પ-A બાબતની સુનાવણી જાન્યુઆરી ર૦૧૯ સુધી મુલતવી રખાઈ, કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ પછી સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
જમ્મુ અને કશ્મીર સાથે જોડાયેલા આર્ટિકલ ૩૫-A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાવાની હતી. જોકે આજે આ સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. હવે પછી આર્ટિકલ ૩૫-Aની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ સમયે જમ્મુ-કશ્મીર સરકારે (હાલમાં રાજ્યપાલનું શાસન) સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સોગંદનામું આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની હાલની સ્થિતિ એવી નથી કે, આ કાયદા સાથે છેડછાડ કરી શકાય.
બીજી તરફ કશ્મીરમાં આજની સુનાવણી પહેલાં અલગતાવાદીઓએ બંધનું એલાન આપ્યું હોવાથી કશ્મીર ઘાટીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. જમ્મુના જુદાજુદા જિલ્લાઓના લોકો આર્ટિકલ ૩૫-Aને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પૂંછ, રાજૌરી, કિશ્તવાડ અને ડોડા જિલ્લાઓમાં લોકો આ મુદ્દે દેખાવો કરી રહ્યાં છે. રાજકીય પક્ષોની વાત કરીએ તો, આર્ટિકલ ૩૫-Aને લઈને નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસે આર્ટિકલ ૩૫-છને નહીં હટાવવા માગણી કરી છે. જેને લઈને ઉપરાંક્ત પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલોને પણ કામે લગાવ્યા છે.
આ ઉપરાંત પેન્થર પાર્ટી જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-Aને હટાવવા સતત માગણી કરી રહી છે. અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ પણ વિવિધ મંચના માધ્યમથી માગણી કરી રહ્યાં છે કે, જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-A દૂર કરવામાં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે, આ બાબત હાલમાં અદાલતમાં છે અને લોકોએ તેમના નિર્ણય માટે રાહ જોવી જોઈએ અને અદાલતના નિર્ણયનું સમ્માન કરવું જોઈએ. રાજ્ય સરકારે રજૂઆત કરી કે આગામી સમયમાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે જેના લીધે પણ સુનાવણી ચૂંટણીઓ પછી યોજવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks