સુપ્રીમ કોર્ટના જજોનો બળવો ન્યાયપાલિકાની આંતરિક બાબત નથી : યશવંત સિંહા

નવી દિલ્હી, તા. ૧૩
સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સાથેના મતભેદ સપાટી પર લવાયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહાએ પોતાના નિવાસે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, આ આપણું કર્તવ્ય છે કે, આપણે જજો દ્વારા ઉઠાવાયેલા સવાલો અંગે વિચાર કરીએ. તેમણે કહ્યું કે, જજો દ્વારા કરાયેલા બળવો ન્યાયપાલિકાની આંતરિક બાબત નથી, જેમ તેમનો પક્ષ કહી રહ્યો છે. તાત્કાલિક બોલાવેલી પત્રકાર પરિષદમાં સિંહાએ કહ્યું કે, ભાાજપના નેેતાઓ આ ઘટનાથી ડરી ગયા છે. તેથી તેઓ ચાર જજોના સમર્થનમાં ઉતરી રહ્યા નથી. જ્યારે ટોચના ચાર જજો મીડિયા સામે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ ન્યાયપાલિકાની આંતરિક બાબત કેવી રીતે હોઇ શકે ? યશવંત સિંહાએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષો, લોકતાંત્રિક સંસ્થાનો, સત્તાધારી પાર્ટી અને સંસદના ચૂંટાયેલા સભ્યોએ શુક્રવારે જે ઘટના બની તે માટે ચિંતા કરવી જ જોઇએ. તેમણે કહ્યું કે, આ જજોએ મીડિયા દ્વારા સમગ્ર દેશના લોકો સામે પોતાની ચિંતા મુકી છે.જે લોકો પોતાના દેશ અને લોકશાહી માટે વિચારી રહ્યા છે તેમણે આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઇએ. જો ન્યાયપાલિકા સમાધાનકારી બની જશે તો બાબતો વધુ ગુંચવાશે.
યશવંત સિંહાએ જણાવ્યું કે, આ જજો જે બોલી રહ્યા છે તેની નોંધ આપણે ન લઇએ તો આપણે દેશની ફરજમાંથી ચુકી રહ્યા છીએ. જો જજો જ એમ કહી રહ્યા હોય કે લોકતંત્ર ખતરામાં છે તો કોણે સૌથી વધુ ચિંતિત થવું જોઇએ? શું દેશના રાજકીય પક્ષોએ સૌથી વધુ ચિંતા કરવી ન જોઇએ ? ખરેખર તો તેમણે આ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરવા જોઇએ. ફક્ત વિચારો જ નહીં પરંતુ આ દિશામાં નક્કર કામ કરવું જોઇએ જે દેશના લોકતંત્રની જાળવણી અને સુરક્ષા કરી શકે છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે આ ઘટના બની ત્યારબાદ જણાવ્યું હતું કે, આ ન્યાયપાલિકાની આંતરિક બાબત છે જ્યારે બીજી તરફ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા બળવાની ઘટનાને અભૂતપૂર્વ ગણાવી હતી.

ડી રાજાની જસ્ટિસ ચેલમેશ્વર સાથે મુલાકાતના વિવાદ અંગે સુબ્રમણ્ય સ્વામીએ કહ્યંુ તેમાં શું થયું ?

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
સીપીઆઇના નેતા ડી રાજા સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને મુખ્ય ન્યાયાધીશ વિરૂદ્ધ બળવો પોકાર્યાના બીજા દિવસે જસ્ટિસ ચેલમેશ્વરને મળવા તેમના નિવાસે પહોચીને વિવાદ સર્જ્યો હતો. દરમિયાનિ જમણેરી સમચાર ચેનલોએ કોઇપણ વધુ સમય બગાડ્યા વિના ચેલમેશ્વર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, શા માટે તેઓ કોઇ રાજકારણીને મળ્યા જ્યારે તેઓ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે અને તે પણ દેશના મુખ્ય ન્યાયાધીશ સામે છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે પણ કહ્યું કે, રાજાનો ચેલમેશ્વરને મળવાનો નિર્ણય બિમાર વિચાર છે. ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, તેઓએ ચેલમેશ્વરના ઘરે મળવા જવાનું વિચારી તેમની પ્રતિષ્ઠાને ધબ્બો લગાવ્યો છે અને તેમણે ઉઠાવેલા મુદ્દા પર અસર કરી શકે છે. જોકે, ભાજપના રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આ બાબતથી સહમત નહોતા થયા અને કહ્યું કે, જસ્ટિસ ચેલમેશ્વરના ઘરે રાજાની હાજરીમાં કાંઇ ખોટું નથી. તેમણે કહ્યું કે, એમાં શંુ થયું, આ કોઇ મોટી બાબત નથી. ડી રાજા ફક્ત રાજકીય પાર્ટીના સભ્ય નહીં પણ સંસદના પણ સભ્ય છે. પોતાના બચાવમાં રાજાએ કહ્યું કે, હું ચેલમેશ્વરને ઘણા લાંબા સમયથીજાણુ છું. જ્યારે મેં તેમના અભૂતપૂર્વ પગલાં વિશે જાણ્યું ત્યારેતમને મળવા ઘરે પહોંચી ગયો હતો. તેમાં કોઇ રાજકીય રંગ આપવાની જરૂર નથી. આ તમામની ચિંતાનો વિષય છે અને દેશના ભવિષ્ય તથા લોકશાહીની જાળવણીનો વિષય છે.

જજોએ શંુ કહ્યું તેની નોંધ લો, તમારો અવાજ ઉઠાવો : યશવંત સિંહા

નવી દિલ્હી, તા. ૧૩
સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સાથેના મતભેદ સપાટી પર લવાયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું કે, એ આપણી નૈતિક ફરજ છે કે, જજો શું કહી રહ્યા છે અને આપણે યોગ્ય પગલાં લેવા અવાજ ઉઠાવવો જોઇએ. પક્ષના વલણ અને નીતિઓ સાથે સહમત ન થનારા સિંહાએ આ મુદ્દે બોલવાનું પસંદ કર્યું હતું અને કહ્યું કે, લોકોને બેલવાથી અટકાવવા એ ભયજનક બાબત છે. સિંહાએ ઉમેર્યું કે, જ્યારે ચાર વરિષ્ઠ જજો જાહેરમાં બોલી રહ્યા છે ત્યારે આ ફક્ત સુપ્રીમ કોર્ટની બાબત કઇ રીતે હોઇ શકે છે? જો તેઓ આપણા દેશના લોકોને કાંઇ કહી રહ્યા છે તો આપણી નૈતિક ફરજ છે કે, તેના પર ધ્યાન આપવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે, જજોએ શું કહ્યું તેના પર ફક્ત વિચાર કરવાની જ નહીં પરંતુ યોગ્ય પગલાં માટે આ મુદ્દે અવાજ પણ ઉઠાવવો જોઇએ. દેશના ભવિષ્ય અને લોકતંત્રની ચિંતા કરનારા તમામ એવા લોકોએ અવાજ ઉઠાવવો જોઇએ. લોકો ભયના કારણે બોલી શકતા નથી.

કોઇ કટોકટી નથી : જસ્ટિસ રંજન ગોગોઇ

પસંદગીના જજોને કેસોની સોંપણી મુદ્દે દેશના મુખ્ય ન્યાયધીશ સામે બળવા પર ઉતરેલા સુપ્રીમ કોર્ટના ચાર જજોમાંથી એક જસ્ટિસ રંજન ગોગોઇએ આજે જણાવ્યું હતું કે, આ મુદ્દે કોઇ સંકટ કે કટોકટી નથી. તેમણે આ સંકટના સમાધાન અંગેના સવાલ પર કહ્યું હતું કે, આ બાબતમા કોઇ સંકટ નથી. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું તેઓએ આ રીતે પત્રકાર પરિષદ યોજીને ન્યાયપાલિકાના શિષ્તનો ભંગ કર્યો છે ત્યારે તેમણે કોઇ જવાબ ન આપતા કહ્યું હતું કે, મારે લખનઉની ફ્લાઇટ પકડવાની છે અને અત્યારે હું કોઇ વાત કરી શકતો નથી. રંજન ગોગોઇ રાજ્યની કાયદાકીય સેવાઓના તંત્ર અંગે પૂર્વના રાજ્યમાં એક બેઠકમાં ભાગ લેવા ગયા હતા.

જજની અનુઉપલબ્ધતા ના કારણે સુપ્રીમકોર્ટે જજ લોયાના કેસની સુનાવણી સોમવારે નહી

(એજન્સી) નવી દિલ્હી,તા.૧ર
સુપ્રીમકોર્ટે સીબીઆઈ જજ લોયાની રહસ્યમય મૃત્યુની તપાસની માંગણી કરતી અરજીની સુનાવણી સોમવારે નિર્ધારીત કરી હતી. પણ હવે સુપ્રીમકોર્ટે સોમવારે આ કેસની સુનાવણી કરી શકશે નહીં સુનાવણી મોકૂફ રાખવામાં આવશે.
જજ લોયા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા. તે દરમ્યાન એમની રહસ્મય સંજોગોમાં મૃત્યુ થઈ હતી.
સોમવારે બેચના જજ શાંતના ગૌહર ઉપલબ્ધ નથી એ માટે સુનાવણી પાછી ઠેલાશે.

સુપ્રીમકોર્ટમાં જજ લોયાની તપાસ માટે માંગણી કરતી અરજી પાછી ખેંચવા મારા ઉપર દબાણ કરાયું હતું : કોંગ્રેસ નેતાએ કહ્યું

નવી દિલ્હી,તા.૧૩
કોંગ્રેસના એક નેતા જેમણે સુપ્રીમકોર્ટમાં જજ લોયાની રહસ્યમય સંજોગોમાં થયેલ મૃત્યુની સ્વતંત્ર તપાસની માંગણી કરતી અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરી હતી. એમણે આક્ષેપો કર્યા છે કે મારા ઉપર એક વરિષ્ઠ વકીલે અરજી પાછી ખેંચવા દબાણો કર્યા હતા.
કોંગ્રેસ નેતા તહેસીન પુનાવાલા જેમણે અરજી દાખલ કરી હતી. એમણે કહ્યું કે મારી અરજીની સુનાવણી શરૂ થવાની તૈયારી લઈ રહી હતી તે વખતે મને વરિષ્ઠ વકીલે કહ્યું હતું મારી અરજીની સુનાવણી જજ અરૂણ મિશ્રાની બેચ સમક્ષ થવાની હતી. જો કે એમણે વકીલનું નામ જણાવા ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું મને ન્યાય તંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે આ બાબત રાજકીય રીતે શું થઈ રહ્યું છે અને મારી સાથે કોઈ નિષ્ફળ નથી. મને સમજાવવામાં આવ્યો હતો પણ ઈન્કાર કરી મારા વકીલે દલીલો કરવા જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks