Gujarat

સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિઓનાં મોત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કેનાલ રોડ સહિત કડોદરા જીઆઇડીસી ખાતે બનેલા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યા છે.
શહેરના ઉધના રામદેવનગર ખાતે રહેતા દિનેશ મોરેએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કડોદરા ગામની હદમાં ચામુંડા હોટલની સામે નંબર વગરની કારના ચાલક મોટરસાઈકલ સવારને ટક્કર મારી પાછળ બેઠેલી ગંગુબેન નામની એક મહિલાના માથે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજા એક બનાવ કડોદરા જીઆઈડીસીના તાતીથૈયા ગામ ખાતે બન્યો હતો. એએચ-૬૪૨૩ નંબરની ક્રેઈનના ચાલકે રસ્તા પર સૂતેલ મજૂર વાસુદેવ પરદેશી (ઉ.વ.૨૭)ના માથા પર ચઢાવી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે ત્રીજા એક વાહન અકસ્માત મોતનો બનાવ કામરેજ-કામરેજ-કેનાલ રોડ પર બન્યો હતો. એક અજાણ્યા મોટર સાઈકલના ચાલકે પોતાની મોટર સાઈકલ પૂરપાટ ઝડપે હંકારી એક બાઈક સવારને ટક્કર મારી માથાના ડાબી સાઈડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્રણેય ગુનાઓમાં ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.