Gujarat

સુરતમાં અકસ્માતના બે બનાવમાં બેનાં મોત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
સુરત શહેર તેમજ જિલ્લામાં અકસ્માતના બનેલા જુદા જુદા બે બનાવમાં બંને ઇસમોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચલથાણ ખાતે રહેતા ગુલાબભાઈ બાબુભાઈ માળી પોતાના બુલેટ ઉપર સવાર થઈ કડોદરા ગામની સીમમાં મોદી હોસ્પિટલની સામે હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રેક્ટરની સાથે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ લઇ વધુ તપાસ શરુ કરી હતી.
જ્યારે બીજા બનાવમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે મહાદેવનગરમાં રહેતા અનસુયાબેન બોકડે ગઈકાલે ગામના નિલેશભાઈ ગોપાલમાઈ ભગતની સાથે જીજે-૫-પીએમ-૭૩૮૭ નંબરની બાઈક પર પાછળ બેસી સુરત તરફ જવા માટે રવાના થયા હતા. ત્યારે વરેલી પાટીયાની સામે મેઈનરોડ પરથી પસાર થતી વખતે બેસવામાં બેલેન્સ ખોરવાઈ જતા બાઈક પરથી નીચે પડયા હતા ત્યારે પાછળથી આવતા જીજે-૧૬-વી-૫૫૦૧ નંબરના ટેમ્પાની નીચે આવી જતા અનસુયાબેનના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતુંં. બનાવ અંગે જકડોદરા પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

    ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
    Read more
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.