Gujarat

સુરત : BRTS બસની અડફેટે યુવકનું ઘટનાસ્થળે મોત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
સુરતના અકસ્માત ઝોન સમાન કેનાલ રોડ બીઆરટીએસ રૂટ પર યુનિક હોસ્પિટલથી એલ.બી.પાર્ક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. બીઆરટીએસ રૂટની રેલિંક ક્રોસ કરી પસાર થઈ રહેલા યુવકને બીઆરટીએસ બસે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ બાદ રૂટમાંથી બસને હટાવી લેવામાં આવી હતી.
બીઆરટીએસ રૂટ પરના પ્રજાપતિ બહ્રકુમારી રોડ પરના સ્ટેશન નજીક એક્સિડન્ટ સર્જાયો હતો. રેલીંગ કુદીને રોડ ક્રોસ કરી રહેલો યુવક બસ નંબર જીજે ૬ વાય ૨૫૪૯ના આગળના ટાયર નીચે કચડાયો હતો. જેથી સરથાણા જકાતનાકા પાસે રહેતી સંગીતા અને તેના મિત્રો સહિત અન્ય મુસાફરોએ યુવકને બહાર કાઢ્યો હતો. અને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્‌યો હતો. જ્યાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, બીઆરટીએસમાં ફરીવાર એક્સિડન્ટ સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.