સુરત, તા.૨૬
મૂળ કોલકાતાના વતની અને હાલમાં શ્રીરામ માર્બલ ભટાર રોડ ખાતે સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રોહનભાઈ કવરાણા એ પોતાની મોપેડ જીજે-૦૫-એચપી-૮૦૪૩ના ડીકીમાં રૂા. ૫૦૦ના દરના બે બંડલો મૂક્યા હતા. ગત સાંજના સુમારે નવજીવન સર્કલ પાસે મૂકેલી મોપેડની ડીકીમાંથી રૂા. ૧ લાખની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રોહન કવરાણાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.